
ગોધરા, ગોધરા મોહમદી મોહલ્લા વિસ્તારમાં પાલિકા દ્વારા પુરો પાડવામાં આવતાં પાણીના પુરવઠામાં દુષિત પાણી આવતું હોય તેમજ સ્વચ્છતા સફાઈ અને ગટર ઉભરાવાને લઈ રોગચાળાના ભય સતાવી રહ્યો હોય તેના નિકાલ માટે પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરાઈ.
ગોધરા મોહમંદી મોહલ્લા વિસ્તારમાં નગર પાલિકા દ્વારા પુરા પાડવામાં આવતાં પીવાના પાણીના પુરવઠામાં ગટરનુંં દુષિત પાણી ભેળવાતું હોય જેને લઈ ગંદુ અને દુષિત પાણી આવી રહ્યું છે. દુષિત પાણીને લઈ આ વિસ્તારમાં દરેક ધરમાં કમળા, મેલેરીયા, ટાઈફોઈડ, ઝાડા ઉલ્ટી, ડેન્ગ્યુ વગેરે રોગો ધર કરી ગયા છે. આ વિસ્તારમાં સફાઈ, સ્વચ્છતા ઉભરાતી ગટરો જેવા અનેક પ્રશ્ર્નોનો હલ થતો નથી. પાલિકા તંત્ર આ મહોલ્લામાં રહેતા વૃધ્ધો, બાળકો, મહિલાઓના આરોગ્યની ચિંતા રાખીને છેલ્લા લાંબા સમયથી આવતા પાણીના દુષિત પાણીનો પ્રશ્ર્ન હલ કરે તેવી માંગ સાથે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા ગોધરા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી.