ગોધરા મોદીની વાડી નં.1 માંથી 247 ચાઈનીઝ દોરીના ફિરકા સાથે બે ઈસમોની ધરપકડ કરતી એલ.સી.બી.પોલીસ

ગોધરા,

ગોધરા શહેરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં વેપારીઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એલ.સી.બી.પોલીસ દ્વારા મોદીની વાડી નં.1ના રહેણાંક મકાનમાં ચાઈનીઝ દોરી રાખીને વેચાણ કરતા હોય તેવી માહિતીના આધારે રેઈડ કરી 47 હજારનો ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.

ઉત્તરાયણના પર્વને માંડ એક સપ્તાહ જેટલો સમય બાકી છે. ત્યારે પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં પતંગ દોરીનો ધંધો કરતા વેપારીઓ વધુ નફો કમાવવાની લ્હાયમાં પ્રાણધાત ચાઈનીઝ દોરીનું ચોરી છુપીથી વેચાણ કરતાં હોય છે. ત્યારે આવી પ્રબિંધીત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં વેપારીઓ ઉપર પોલીસે ભીંસ વધારી છે. જેના ભાગરૂપે ગોધરા શહેરમાં એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, મોદીની વાડી નં.1માંં રહેણાંક મકાનમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરી રાખીને વેચાણ કરાઈ રહ્યું છે. તેવી બાતમીના આધારે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ચાઈનીઝ દોરીના 247 ફિરકા કિંમત 47,000/-રૂપીયાના મુદ્દામાલ સાથે બે ઈસમોની જાહેરનામાનો ભંંગ માટે ધરપકડ કરવામાં આવી હતી. સાથે વધુ એક આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગોધરામાં ચાઈનીઝ દોરીનો ધંધો કરતાં વેપારી ઝડપાઈ જતાં અન્ય ચોરી છુપીથી ચાઈનીઝ દોરીનો ધંંધો કરતા ઈસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.