ગોધરા મોદી વાડી નં.1માં પરપ્રાંતિયને આઈ.ડી.પ્રુફ વગર મકાન ભાડે આપી જાહેરનામાંનો ભંગ કર્યાની ફરિયાદ

ગોધરા, ગોધરા મોદીની વાડી નં.1 આરોપી ઈસમે પોતાનુ મકાન પરપ્રાંતિય ઈસમને કોઈપણ પ્રકારના આઈ.ડી.વગર આપી દઈ જાહેરનામાંનો ભંગ કરતા આ બાબતે એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા મોદીની વાડી નં.1માં રહેતા રામજરાભાઈ હિરાલાલ શાહ એ પોતાના કબ્જાનુ મકાન પરપ્રાંતિય વ્યકિતને કોઈપણ જાતના આઈ.ડી.વગર આપી તેમજ આ બાબતે પોલીસને જાણ નહિ કરી જાહેરનામાંનો ભંગ કરતા આ બાબતે ગોધરા શહેર એ-ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાવવા પામ્યો છે.