ગોધરા, ગોધરા ઉત્સવ બંગલો ખાતે રહેતા ફરિયાદીએ મોદીની વાડીમાં રહેતી મહિલા એ 9,00,000/-લાખ રૂપીયા ધંધા અર્થે લીધા હતા. તેની ઉધરાણી કરતાં 9 લાખના ચેક લખી આપેલ હતા. ચેક કિલયરીંગમાં મોકલતા ચેક રીર્ટન થયો હતો. ગોધરા કોર્ટમાં ચેક રીર્ટનની ફરિયાદ કરી હતી. આ કેસ ચોથા એડીશીનલ જજની કોર્ટમાં ચાલી જતાં આરોપીને બે વર્ષની જેલની સજા અને 9 લાખ રૂપીયા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરાયો.
ગોધરા ઉત્સવ બંગલોમાં રહેતા પરાગભાઇ ગોવિંદલાલ શાહએ જયોતિબેન પ્રવિણચંદ્ર શાહએ ધંધા અર્થે 9,00,000/-રૂપીયા લીધેલ હતા. આ રૂપીયાની માંગણી કરતાં 9 લાખ રૂપીયાના ચેક લખી આપેલ હતા. આ ચેક કલીયરીંગમાં મોકલતા બેંક માંંથી પરત ફર્યા હતા. ચેક પરત ફરતા ફરિયાદીએ નોટીસ આપવા છતાં રૂપીયા નહિ ચુકવતા ગોધરા કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ દાખલ કર્યો હતો. આ કેસ ગોધરા ચોથા એડીશીનલ એકજયુ મેજીસ્ટ્રેટ જજ પી.એલ.દાસની કોર્ટમાં ચાલી જતાં ચેક રીર્ટન થવાના ગુનામાં જ્યોતિબેન પ્રવિણચંદ્ર શાહને બે વર્ષથી જેલની સજા અને ચેક રીર્ટનના 9,00,000/-રૂપીયા વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત ચુકવી આપવા અને વળતરની રકમ ન ચુકવતા વધુ 3 મહિનાની સજાનો હુકમ કરવામાં આવ્યો.