ગોધરા ભુરાવાવ વાગડીયા વાસમાં ઈંગ્લીશ દારૂ સાથે મહિલાને ઝડપી

ગોધરા ભુરાવાવ વાગડીયા વાસના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી 2025/-રૂપિયાના દારૂ સાથે મહિલાને ઝડપી પાડવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા ભુરાવાવ વાગડીયા વાસમાં રહેતી નીનીબેન ગભીરભાઈ તાવિયાડ પોતાના ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. અને ગોધરા સ્પીરીટ વ્હિસ્કિ નંગ-15 કિ.રૂ.2025/-સાથે મહિલાને ઝડપી પાડવામાં આવી હતી. આ બાબતે એ-ડીવીઝન પોલીસ મથકે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધાવવા પામ્યો હતો.