- ગોધરામાં ક્રેડિટ લોન કેમ્પમાં રાજ્યકક્ષાના મંત્રીની ઉપસ્થિતીમાં બફાટ પણ ભાજપાનું સૂચક મૌન !!!
- જાહેરમાં બફાટ કરતાં મંચસ્ત મહાનુભાવો શોભજનક સ્થિતીમાં મુકાયા.
- તંત્રની લાપરવાહીના કારણે અરજદારો અન્યાય અનુભવી રહ્યા હોવા છતાં મહાનુભાવો લાચાર.
- કાર્યક્રમ બાદ હાથ તાળી આપીને છુટા પડતા નજરે જોનાર લાભાર્થીઓમાં છુપો ગણગણાટ.
- પ્રજા વિરોધી અધિકારીઓ તથા કર્મચારીઓ સામે પગલાં લેવાશે કે કેમ પૂછતી પ્રજા.
- અત્યાર સુધી માત્ર ધારાસભ્યશ્રી દ્વારા જ તંત્રની પોલ ખોલી તો બાકીના કેમ બાકાત…?
- નજીકમાં ચુંટણી છે ત્યારે નિષ્ક્રિય તંત્ર વિરૂદ્ધ હવે શું સરકારનો અભિગમ રહેશે…?
ગોધરા,
મારું શું ? અને મારે શું ? તેવા વલણ સાથે છેલ્લા 3 વર્ષથી બેફામ વહીવટ ચલાવનાર અધિકારીઓ વિરૂદ્ધ ગોધરામાં કે્રડીટ લોન કેમ્5માં રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈની વિશેષ ઉપસ્થિતીમાં ધારાસભ્ય સી.કે. રાઉલજીએ બળાપો વ્યકત કરતાં એક તબકકે કહેવાતા ટોપીધારી શિર્ષસ્ત નેતાગીરી મોં છુપાવવા લાગ્યા હતા. એટલું જ નહીં છેલ્લે મંચસ્ત નેતાઓ આવા વહીવટદારોને હાથ તાળી આપીને છુટા પડતાં ભાજપની શિસ્તના લીરેલીરા ઉડયા હતા.
આ કાર્યક્રમ બાદના પડધા પક્ષના કાર્યકરોમાં ધણો છુપો ગણગણાટ વ્યાપ્યો છે. અને આવા અધિકારીઓ સામે પગલાં લેવાશે કે કેમ તેના ઉ5ર નજર મંડાઈ છે.ભાજપ એક શિસ્તબંધ પક્ષ છે અને પક્ષને સંચાલન કરવા માટેના અનેક તન-મન-ધન થી છુપી કે જાહેર સેવા કરી શકે તેવા કર્મઠ કાર્યકર્તાઓની અનિવાર્યતા ગણાય છે. આવા કાર્યકર્તાઓના એક મોટા સમૂહના કારણે ભાજપ પોતાના કહેવાતા લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યું તેવું જણાઈ રહ્યું છે. પક્ષના હાલના જીલ્લાના હોદ્દેદારોના છુપા આર્શીવાદ ધણો કે સીધો દોર ધણો તેમ સરકારી કલ્યાણકારી સહાયના સહભાગ્યોની મીઠી નજર થી વહીવટ ચાલી રહ્યો હોવાનો છેલ્લા કેટલાક સમય થી કાર્યકર્તાઓમાં ગણગણાટ વ્યાપી રહ્યો છે. તેમ છતાં મૌન સૌ કોઈ ધારણ કરીને બેસી રહ્યા છે. ભાજપની સરકાર કેન્દ્રમાં તથા રાજ્યમાં સહિત વિવિધ સ્થળોએ નેતૃત્વ સંભાળી રહી છે. તેવા સમયે બધુ ગુલાબી ચિત્ર હોવાની ડહાપણભરી વ્યકત્વ આપીને સંતોષ વ્યકત કરાઈ રહ્યો છે. પરંતુ ધારાસભ્ય જેવા ટોચના હોદ્દેદારો પ્રજાના કામ અંગે જે તે તંત્રને રજુઆત કરે છે. પરંતુ કોઈજાતનો પ્રજાલક્ષી કામગીરી થતી નથી. માત્ર ને માત્ર અંગત સ્વાર્થ હોવાનું જણાઈ આવે છે. તેવો અરજદાર ભાજપા સરકાર સામે નારાજગી વ્યકત કરી રહ્યા છે. જે તે મળતા હોદ્દેદારોને આ બાબતે નારાજગી વ્યકત કરવા છતાં માત્ર પોતે સરકાર આગળ લાચાર હોવાનું જણાવી રહ્યા છે. તેવો એક કિસ્સો જાહેરમાંં પ્રગટ થયો હતો. બુધવારના રોજ બી.આર.જી.એફ.ભવન ખાતે સ્વ સહાય જુથો માટે બેન્ક લીંક એડ અન્વયે નર્મદા જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંંત્રી જીતુભાઈ ચૌધરીની વિશેષ હાજરીમાં આયોજીત કાર્યક્રમના ભાષણ બાજી દરમ્યાન ગોધરાના ધારાસભ્ય દ્વારા મારું શું..? અને મારે શું…? તેવા વલણ અરજદાર સાથે અપનાવી રહીને ગરીબ અને નિ:સહાય અરજદારોને ખૂબ છેલ્લા ત્રણ વર્ષથી સત્તામાં બેઠેલા અધિકારીઓ અને કર્મચારીઓ આપી રહ્યા હોવાનો ખુલ્લો બળાપો વ્યકત કરતાં એક તબકકે સભામાં સન્નાટો વ્યાપી ગયો હતો. અત્રે નોંધનીય છે કે, ભાજપના ધારાસભ્ય સી.કે.રાઉલજીના ધારાસભ્ય તરીકે વર્ષોનો અનુભવ જણાવે છે કે, અગાઉ રાબેતા મુજબ નાનામાં નાના કાર્યકર્તાઓના કોઈપણ લોભ લાલચ કે વગ વિના પૂર્ણ થતા હતા. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી નળીયા થી લઈને તળીયા સુધીના સત્તામાં બેઠેલા અધિકારી અને કર્મચારીઓની સ્વાર્થવૃત્તિના યેનકેન પ્રકારે કામો ટલ્લે ચડી રહ્યા છે. પોતે સાચા અને હકકદાર હોવા છતાં અધિકારીઓની સ્વાર્થવૃતિના કારણે કામો ન થતાં અન્યાયની લાગણી અનુભવે છે. જોકે, આ કાર્યક્રમમાં ધારાસભ્યના ખુલ્લેઆમ ઉચ્ચારણોને લઈને મંચસ્ત શોભાવનાર પક્ષના શિર્ષસ્ત નેતાઓ પણ એક તબકકે મોં છુપાવવા લાગ્યા હતા. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગરીબ વંચિત અને શોષીત માટે અનેક યોજનાઓ અમલમાં મુકીને કામગીરી હાથ ધરાઈ રહી છે. તેવા સમયે હકદારોને હકથી વંચિત રાખવાના તંત્રના વલણ સામે અનેક પ્રશ્ર્નાર્થો કરનાર ધારાસભ્ય સામે કોઈ પ્રતિક્રિયા આપવાના બદલે કાર્યક્રમ બાદ આવા અધિકારીઓ સાથે સૌ મંચસ્ત મહાનુભાવો હાથ તાળી આપીને રવાના થઈ ગયા હતા. આ પરથી એવું જણાઈ રહ્યું છે કે, આવા પ્રજા વિરોધી અધિકારીઓને છુપો સાથ સહકાર આપી રહ્યા છે અને પ્રજાને અન્યાય કરાઈ રહ્યો છે. તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. એક બાજુ ધર્મની નારાબાજી સાથે માથે ભગવી ટોપી પહેરીને સેવાના ગુણગાન ગાનાર આ પદાધિકારીઓ આવા લોક વિરોધી અધિકારીઓને જીલ્લા બહારની સરહદ દેખાડશે કે પછી સહી સલામત હોવાના ગાણા ગાશે…? તેવા મત મતાંતરો વ્યાપ્યા છે. જ્યારે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા ઉપરોકત બફાટ કરીને સરકારની પોલ ખોલ્યા બાદ આવા નિષ્ક્રિય અધિકારીઓ સામે પગલાં લેવાશે કે કેમ એક પ્રશ્ર્નાર્થ છે. પરંતુ આ કાર્યક્રમના ઉચ્ચારણો બાદ સરકારમાં પાર્ટી કક્ષાએ ગંભીર નોંધ લેવાઈ હોવાનું કહેવાય છે.
ગરીબ પ્રત્યે માનવીય અભિગમ રાખવાની શીખ….
ગોધરાના ક્રેડિટ કેમ્પના મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્વસહાય જુથના મહિલા સભ્યોની સમક્ષ તંત્રની પોલ ખોલતા શબ્દોના ગૂઢ ભાવાર્થ સમજતા જણાય છે કે, ધારાસભ્યશ્રી દ્વારા તંત્રની વાસ્તવિક પરિસ્થિતી જાહેરમાં મૂકી છે. અને નિષ્ક્રિય તંત્રને શીખ આપતાં ઉમેર્યું કે, તેઓનું શું… મતલબ કે જ્યારે ગરીબ લાભાર્થી કામ માટે આવે છે. ત્યારે મનમાં અધિકારી મારું શું… તેવો આર્થિક ભાવ ના રાખે અને જો નિયમમાં સમાવેશ ન થતા હોય તો મારે શું … તેના બદલે તેઓનું શું…આવા ગરીબ પ્રત્યે માનવીય અભિગમ રાખે એમ કહેવાનું ફલિત થાય છે. ત્યારે ભાજપા સરકાર આવા ઈશારા સામે જરૂરી પગલાં લે તે સમયની અનિવાર્યતા છે.
શહેરાના ધારાસભ્ય બાદ પણ માટી કૌભાંડ બેરોકટોક…
તંત્રના અધિકારીઓની પોલ ખોલતા અન્ય કિસ્સામાં જોતા શહેરા તાલુકાના ખાંડીયા તળાવમાં રાત દિવસ મસમોટી મશીનરી ગોઠવીને માટી ચોરીનું સુઆયોજીત ષડયંત્ર છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહ્યુું છે. અત્યાર સુધીમાં લાખો ટન કિંમતી માટીની સંપતિની હેરાફેરી થઈને કૌભાંડ આચરાઈ રહ્યું છે. આ માટી કૌભાંડ જગજાહેર હોવાથી સ્થાનિક નાગરિકો દ્વારા રજુઆત બાદ ગુજરાત વિધાનસભાના ડે.સ્પીકર એવા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા મુખ્યમંત્રી સુધી આ માટી કૌભાંડ અંગે બ્રેક લગાવવાની ધારદાર માંગણી કરવા છતાં 48 કલાકનો સમય વિતવા છતાં હજુ સુધી ખાણ અને ખનિજ વિભાગ કુંભકર્ણની નિંદ્રમાં પોઢી રહ્યું છે. અને આ સમયગાળામાં કેટલોક વહીવટી સગેવગે કરવાનો મોકો મેદાન અધિકારીઓ આપી રહ્યા હોવાનું જણાઈ રહયું છે. ત્યારે છેલ્લા કેટલાક સમય થી કૌભાંડ કારીઓને અધિકારીઓ વચ્ચેની ચાલતી મીલિભગતની પોલ ખોલવા છતાં તંત્ર અનદેખી કરી રહ્યું છે. તો પ્રજાએ શું સમજવું….?