ગોધરા, ગોધરા શહેરના મીઠીખાન મહોલ્લા વિસ્તારમાં રહેતા સોહેલ ઈકબાલ કચોના નાના ભાઈ ફેૈસલ કચોનાને 15મીએ અચાનક ઉલ્ટીઓ થવા માંડી હતી. જે બાદ સોહેલ કચોનાઓ પુછતા ફેસલે જણાવ્યુ હતુ કે,હું ધઉંમાં નાંખવાની ગોળીઓ ખાઈ ગયો છુ. કોૈસર મસ્જિદ પાસે રહેતા ઈલ્યાસ અબ્દુલ્લા ભટુક અને તેઓના છોકરા સુફિયાન ઈલ્યાસ ભટુક તથા સોહેલ ઈલ્યાસ ભટુક નામના ત્રણ ઈસમોએ ભેગા મળીને જણાવ્યુ હતુ કે,તારા ઉપરએફઆઈઆર ફડાવી નાંખી છે એટલે હવે તારુ ફીનીશ કરી નાંખીશુ.જેથી મે ધઉંમાં નાંખવાની ગોળીઓ ખાઈ લીધી છે. તેમ કહેતા તાત્કાલિક ફેૈસલને રિક્ષામાં બેસાડીને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં અને જયાં વધુ તબિયત લથડતા વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હતો જયાં યુવાનનુ મોત નીપજયું હતુ.