ગોધરા,ગોધરા મીઠીખાન મહોલ્લામાં રહેતા આરોપીએ પોતાની રહેણાંંક મકાનમાં અન્ય આરોપીઓ સાથે મળીને ગૌવંશનુંં કત્તલ કરેલ ગૌવંશનો જથ્થો રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી 212 કિલો ગૌમાંસ કિંમત 42,200/-રૂપીયા તથા અન્ય સામાન કળી કુલ 74,290/-રૂપીયાના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા મીઠીખાન મહોલ્લામાં રહેતા આરોપી ઈમરાન મોહમંદ હનીફ ચુંચલાના માલિકના મકાનમાં આરોપીઓ તૈયબ મોહમંદ ભાઈ જમાલ, સલીમ સિદ્દીક ભાઈ જમાલ, હારૂન અસ્લા ઉર્ફે વસ્કા સાથે મળી પોતાના મકાનના કંપાઉન્ડમાં ગૌવંશનુંં કત્તલ કરેલ ગૌમાંંસનો જથ્થો રાખેલ છે. તેવી બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે છાપો માર્યો હતો અને 212 કિલો ગૌમાંસ કિંમત 42,400/-રૂપીયા, વજન કાંટો, કુહાડી, મોબાઈલ ફોન નંગ-3 મળી કુલ 74,290/-રૂપીયાના મુદ્દામાલ સાથે આરોપી તૈયબ મોહમંદ ભાઇ જમાલને ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો.