ગોધરા એમ.જી.વી.સી.એલ. પશ્ચિમ વિભાગીય કચેરીના જુનિયર ઈજનેર દ્વારા અરજદારને નવું વીજ કનેકશન નહિ આપી ઉદ્દતાઈભર્યુ વર્તન કરતાં એમ.ડી.ને લેખિત રજુઆત

ગોધરા,ગોધરા એમ.જી.વી.સી.એલ. પશ્ચિમ પેટા વિભાગ કચેરીના જુનિયર ઈજનેર દ્વારા અરજદાર સાથે ઉદ્દતાઈભર્યું વર્તન કરી ખોટી ધાકધમકી આપતા હોય તેમજ નવા એલ.ટી. વીજ કનેકશન આપતા ન હોય જેને લઇ મેનેજીંગ ડાયરેકટર મધ્ય ગુજરાત વીજ કંપની વડોદરાને લેખિત રજુઆત કરાઈ છે.

ગોધરા અલી પાર્ક સોસાયટી અલી મસ્જીદ પાસે રહેતા મોહમ્મદ અમ્માર મહોમ્મદ યુસુફ દાવલા જે ઓગસ્ટ-2023માં એલ.ટી.વીજ કનેકશન માટે ઓનલાઈન અરજી કરેલ હતી. ઓનલાઈન અરજીની નકલ ઓનલાઈન પેમેન્ટ ટેસ્પ રીપોર્ટ તેમજ જરૂરી આધાર પુરાવા ગોધરા પશ્ચિમ વિભાગીય કચેરીમાં જમા કરાવેલ હતા. વીજ કંપની માંથી નવા વીજ કનેકશનનું સર્વે કરવા આવ્યા હતા અને તમારા ધર સુધી વીજપોલ કે વીજ કેબલ ન હોવાથી નવા વીજ પોલ અને વીજ કેબલ પહેલા નાખવામાં આવશે પછી નવું વીજ કનેકશન આપશે. અનેક ધકકા બાદ ડીસેમ્બર-2023માં વીજપોલ અને કેબલ નાખવામાં આવ્યા હતા. તેમ છતાં વીજ કનેકશન નહિ મળતાં 28 ડિસેમ્બર-2023ના પશ્ચિમ પેટા વિભાગના જુનિયર ઈજનેર રમજાની શેખ જણાવેલ કે, ટેસ્ટ રિપોર્ટની મુદ્દત પુરી થઈ જેથી નવો ટેસ્ટ રીપોર્ટ જમા કરાવવો પડશે તેમ કહેતા અરજદારે નવો ટેસ્ટ રીપોર્ટ જમા કરાવ્યો હતો. જુનિયર ઈજનેર રમજાની શેખ દ્વારા નવું કનેકશન ચાલુ જશે તેમ કહેલ હતું. તેમ છતાં નવું વીજ કનેકશન ચાલુ નહિ થતાં તા.6/1/2024ના રોજ વીજ કંપનીની કચેરીમાં જતાં તમારા ઉપર બાકી લેણું બોલાય છે. તે ભરો તો વીજ કનેકશન લાગશે નવું મકાન બનેલ હોય ત્યાં વીજ કનેકશન લાગેલ ન હોય ત્યારે લેણું બાકી આવે કયાંથી ત્યારે જુનિયર ઈજનેર દ્વારા નવું વીજ કનેકશન જોઈતું હોય તો લેણું ભરો પછી વીજ કનેકશન મળશે તેમ જણાવેલ હતું. અરજદાર તા.19/1/2024ના રોજ કચેરીમાં જુનિયર ઈજનેર રમજાની શેખને મળી ધકકા ખાવા છતાં નવું વીજ કનેકશન મળતું નથી. જેથી તમારી કચેરીમાં જમા કરાવેલ બન્ને ટેસ્ટ રીપોર્ટ કોપીની નકલ સહિત તમામ પુરાવા પરત આપવા દેવાનું કહેતા લેખિત અરજી આપવાનું કહેતા લેખિત અરજી અરજદારે આપેલ હતી. તા.23/01/2024ના રોજ અરજદાર કચેરીમાં જતા જુનિયર ઈજનેર દ્વારા ઉદ્દતાઈભર્યું વર્તન કરી બન્ને ટેસ્ટ રીપોર્ટ મળશે નહિ, જ્યાં જઈને રજુઆત કરવી હોય ત્યાં કરો અભદ્ર વર્તન કરેલ અને અરજદારને હવે કચેરીમાંં આવીશ તો ખોટી પોલીસ ફરીયાદ કરી જેલમાં મોકલી આપવાની ધમકી આપી કચેરીમાંથી બહાર કાઢી મુકવામાં આવેલ જેથી વોટસઅપના માધ્યમથી વડોદરા મેનેજીંગ ડાયરેકટરને લેખિત રજુઆત કરી હતી. ત્યારબાદ જુનિયર ઈજનેરએ પરોક્ષ રીતે ધમકી આપી વડોદરા એમ.ડી.ને કરેલ રજુઆત પાછી ખેંચી લેતા નવુંં વીજ કનેકશન નાખી આપવામાં આવશે નહિ તો પોલીસ મથકમાં ખોટી ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી આપતા હોય જેને લઈ અરજદાર દ્વારા વડોદરા મધ્ય ગુજરાત વીજ કંપનીના એમ.ડી.ને લેખિત રજુઆત કરી પશ્ચિમ વિભાગીય કચેરીના જુનિયર ઈજનેર દ્વારા નવુંં વીજ કનેકશન નહિ આપી ઉદ્દતાઈભર્યું વર્તન કરવામાં આવતાં રજુઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરાઈ.