ઉપરવાસમાં ભાેર વરસાદથી ગોધરા મેસરી નદીમાં નવા નીર અાવ્યા હતા. જેને લઈને ગોધરા વોહરવાડ પાસેથી પસાર થતી મેસરી નદીના ક્રોઝવે પુલની પાઇપોમાં નદીમાં નાખવામાં અાવેલો કચરો ફસાઇ જતાં પાણી વહેણ ધીમું પડતાં મુશ્કેલીઅો ઉભી થઇ હતી. ગોધરા પાલિકા પ્રમુખ સ્થળ તપાસ કરીને સાફસફાઇ કરવાના નિર્દેશ અાપ્યા હતા. ગોધરા શહેરમાંથી પસાર થતી મેસરી નદીની દયનીય સ્થતિ બારેમાસ નદીમાં કચરાના ઢગલા અને નદીમાં ઝારી ઝાંખરા સાથે ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ જવા પામેલ છે.
એક જમાનાની ઉડી નદી હાલ પુરાઇ ગઇ છે. દર ચોમાસામં નદી બે કાઠે વહેતા અાસપાસના વિસ્તારોમાં પાણી ભરાઇ જાય છે. 2016માં અચાનક પૂર આવતા નદી કાઠાના વિસ્તારોમાં પાણી ફરી ભારે તારાજી સર્જવા પામેલ હતી. ઘણાં લોકને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવેલ હતા. શહેરીજનો દ્વારા નદીમાં આડેધળ કચરો નાખવામાં આવી રહ્યો છે. જેને લઈને નદીની દયાજનક પરિસ્થતિ ઉભી થવા પામેલ છે.