
ગોધરા,ગોધરા મેશની નદીના પુલ નીચેથી બેભાન અવસ્થામાં મેળલ 60 વર્ષીય વ્યકિતને સારવાર અર્થે સિવિલમાં ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ મેશરી નદીના પુલ તેલંગ હાઈસ્કુલ તરફના ભાગેથી અન્નાભાઇ શંકરભાઇ બારીયા ઉ.વ.60 જે પુલ નીચેથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ જેનુંં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું. આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધાવા પામી છે.