ગોધરા મેસરી નદીના પુલ પરથી યુવાને નીચે છલાંગ લગાવતા ગંભીર પ્રકારે ઇજાગ્રસ્ત યુવાને સારવાર માટે લઇ જતા મોત નિપજ્યું.

ગોધરા શહેરના સિવિલ લાઇન્સ રોડ પાસેથી પસાર થતી મેસરી નદીના પુલ નીચે એક યુવાને 25 ફૂટની ઊંચાઈએ મોતની છલાંગ લગાવી હતી જેના કારણે ગંભીર પ્રકારે યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં મેસરી નદીના પુલ નીચે તરફડીયા મારી રહ્યા હતા.જ્યાં રસ્તામાંથી પસાર થતા એક જાગૃત યુવાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.જ્યાં ગણતરીના કલાકોમાં આ યુવાને પોતાનો દમ તોડયો હતો.હાલ તો આ યુવાનને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ વિગત મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા શહેરના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા અને યુવા અગ્રણી પાર્થ સોની સવારે સાત કલાકે પોતાના મિત્રના ઘરે સામાજિક પ્રસંગે જઈ રહ્યા હતા, જે દરમ્યાન તેઓ ગોધરા શહેરના સિવિલ લાઇન્સ રોડ પર આવેલ મેસરી નદીના પુલ પરથી પસાર થઈ રહ્યા હતા, તે વેળાએ મેસરી નદીમાં પુલ નીચે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હાલતમાં કણસતા જોવા મળ્યા હતા, જે બાદ પાર્થ સોની નામના યુવાને સહેજ પણ વાર કર્યા વિના માનવતા દાખવીને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જે બાદ અજાણ્યા વ્યક્તિને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, આમ યુવાને માનવતા દાખવીને ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખસેડયા હતા.જ્યાં સારવાર દરમ્યાન 25 ફૂટની ઊંચાઈએ મોતની છલાંગ લગાવનાર યુવાન ગણતરીની કલાકોમાં પોતાનો દમ તોડયો હતો.હાલ તો યુવાન ક્યાંનો છે અને કયા કારણોસર મેસરી નદીના પુલ નીચે મોતની છલાંગ લગાવી તે દિશામાં તપાસ નો ધમ ધમાટ શરૂ કર્યો છે.