ગોધરા મેશરી નદીના કિનારે નવા બહારપુરામાં નજીવી બાબતે 21 વર્ષિય યુવાનને માથાના ભાગે તલવાર મારી દેતા સારવાર દરમિયાન મોત

ગોધરા, ગોધરા મેશરી નદીના કિનારે નવા બહારપુરા ખાતે આરોપી ઈસમે રસ્તા ઉપર ગાડી મુકેલ હતી. તે બાબતે બોલાચાલી થયેલ હતી. સિયાન અને તેનો ભાઈ ધર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ત્રણ આરોપીઓ ઘાતક હથિયાર લઈ ધીંગાણે ચઢ્યા હતા. ત્યારે મૃતક યુવક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને ઝપાઝપી જોઈ ઝઘડાનું કારણ જાણવાનો પ્રયાસ કરતા એ ત્રણે આરોપીઓ એને માર મારવા લાગેલ જેથી અણધારી મારથી ઘવાયેલ 21 વર્ષિય યુવાનને સારવાર અર્થે સિવિલ અને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાતા સારવાર દરમિયાન યુવાનનુ મોત નીપજયું હતું. આ બાબતે ત્રણ આરોપી ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા મેશરી નદીના કિનારે નવા બહારપુરામાં આરોપી સલીમ હકીમ દડીએ પોતાની ગાડી રસ્તા ઉપર મુકેલ હતી. તે બાબતે સીયાને કહેલ કે, ગાડી રસ્તા ઉપર મુકે છે, તેમ કહીને બોલાચાલી કરેલ હતી. બાદમાં યાસીન તથા સિયાનનો ભાઈ માહિર તેમના ધર તરફ જઈ રહ્યા હતા. ત્યારે આરોપી સલીમ હકીમ દડી, ઈલ્યાસ યાકુબ ઈતરા ઉર્ફે (બીલ્લો), સુલેમાન બદામ ઉર્ફે સુલ્યો ધમેલી ઉશ્કેરાઈ ગયા હતા અને મારી નાંખવાની ધમકી આપી સીયાન તથા તેના ભાઈ યાહિરને મારવા લાગેલ હતા. તે વખતે જાબીર વચ્ચે છોડાવવા પડતા આરોપી ઈલ્યાસ યાકુબ ઈતરાએ તલવાર લઈ આવી યાસીન ધર તરફ જતો હોય તેણે ઝધડો કરો છો, તેમ કહેતા ત્રણ આરોપી ઈસમોએ યાસીન યુસુબખાન પઠાણ (ઉ.વ.21, રહે.નવા બહારપુરા)ને તલવારના ધા માથાના ભાગે મારતા પ્રાથમિક સારવાર ગોધરા સિવિલમાં કરાવી વધુ સારવાર માટે વડોદરા એસ.ઓ.જી.માં ખસેડાતા યાસીનનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ બાબતે ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.