ગોધરા,
ગોધરા મહેતા સ્કુલ બહારપુરા પાસે બાઇક ચાલકે શાકભાજી લઈ પરત ફરતાં મહિલા રાહદારીને અડફેટમાં લઈ ઈજાઓ કરતાં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા જુની મહેતા હાઈસ્કુલ બહારપુરા રોડ ઉપર થી મંગીબેન બચુભાઈ બારીયા ઉ.વ.55 શાકભાજી લઈને પરત આવતા હતા. ત્યારે બાઈક સ્પ્લેન્ડર નંબર જીજે.06.એમકે.7157ના ચાલકે પોતાના વાહન હંકારી લાવી મહિલાને અડફેટમાં લઈ ગંભીર ઈજાઓ પહોેંચાડતા સારવાર અર્થે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું. આ બાબતે ગોધરા એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.