ગોધરાના ચંચોપા ખાતે બનતી મેડીકલ કોલેજના ધાબા પર સેન્ટીંગનું કામ કરતા કામદારનું નીચે પટકાતા ઇજાઓના કારણે ઘટનાસ્થળે મોત નિપજયું હતું. પોલીસે અ.મોત નોંધીને તપાસ હાથ ધરી છે.
ગોધરાના ચંપોપા ગામ પાસે 500 કરોડના ખર્ચે મેડીકલ કોલેજ બની રહી છે.બે વર્ષમાં કોલેજની 70 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. ત્યારે મેડીકલ કોલેજ ખાતે બિલ્ડીંગના ધાબા પર કામદારો સેન્ટીંગનું કામ કરી રહ્યા છે. કામદારો કોઇ જાણના સેફટીના સાધનો વગર કામ કરતા એક મજૂર ધાબા પરથી નીચે પટકાતા મોત નિપજયું છે. ગોધરાની સરકારી મેડિકલ કોલેજના ધાબા પર ગોધરાના તાલુકાના તરવડી ગામના 32 વર્ષિય રાકેશભાઇ પટેલ સેન્ટીંગનું કામ કરતો હતો. સેન્ટીંગની કામગીરી દરમ્યાન અચાનક કામદાર રાકેશભાઇ નીચે પટકાતા ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે મોત નિપજયું હતું. પોલીસે અ.મો ત નોંધીને તપાસ હાથ ધરી છે. ત્યારે મેડીકલ કોલેજના મુળ કોન્ટ્રાકટર દ્વારા પેટા કોન્ટ્રાકટર આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. કોલેજના બિલ્ડીંગ પર કામ કરવા કામદારોને કોઇ પણ સુરક્ષાના સાધનો આપવામાં આવતા ન હોવાનું લાગી રહ્યું છે. તાજેતરમાં ગોધરામાં બ્રીજ પાસે કામદારનું પડી જવાથી મોત બાદ મેડીકલ કોલેજના બિલ્ડીંગના ધાબા પરથી કામદારનું પડી જવાની મોત થયાની ધટના બની છે.
One thought on “ગોધરા મેડિકલ કોલેજના ધાબા પરથી નીચે પડતાં કામદારનું મોત”
Comments are closed.