ગોધરા,ગોધરા મધ્યસ્થ જેલમાં ગૃપ-2 ઝડતી સ્કવોર્ડની ટીમ કેદીઓના બેેરેકમાં તપાસ કરતાં બેરેક-4માં છુપાવી રાખેલ 1 મોબાઈલ બેરક-3 માંથી 1 મોબાઈલ મળી આવતાં આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા ખાતે આવેલ મધ્યસ્થ જેલમાં અમદાવાદ ગૃપ-2 ઝડતી સ્કવોર્ડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બેરેક નં.4 પ્રવેશતા લોબીની છેલ્લી બારીમાં સળીયા પાસે ખાડો કરી છુપાવી રાખેલ કેયાકા કંપનીનો મોબાઈલ ફોન સીમકાર્ડ સાથે મળી આવ્યો. જ્યારે બેરેક નં.3ની બહારની બાજુ ગટરની કુંડી માંથી એક મોબાઈલ બે સીમકાર્ડ અએનન બેટરી સાથે ચાલુ હાલતમાં મળી આવેલ સબ જેલમાં કોઈ કેદીઓ કોઈના મારફતે મોબાઈલનો અનઅધિકૃત ઉપયોગ કરવા હેતુ રાખી જેલમાં છુપાવી ગુન્હો કર્યાની ફરિયાદ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.