ગોધરામાંથી વેરા નિરીક્ષક લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, એસીબી કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા

ગોધરા, ગોધરામાંથી લાંચ રુશવત બ્યુરોને વધુ એક ટ્રેપમાં સફળતા મળી છે. ગોધરામાં રાજ્ય વેરા કચેરીના એક અધિકારીને લાંચ રુશવત બ્યુરોએ લાંચ લેતા ઝડપી પાડ્યો છે. ગોધરાની રાજ્ય વેરા કચેરીના વેરા નિરક્ષકએ જીએસટી નંબરના વેરિફિકેશન માટે લાંચ માંગી હતી જેને લઈને ફરિયાદીએ લાંચ રુશવત બ્યુરોમાં ફરિયાદ કરી હતી જેમાં લાંચ રુશવત બ્યુરોને સફળતા મળી છે.

ગોધરાની રાજ્ય વેરા કચેરીમાં ફરજ બજાવતા વેરા નિરીક્ષકે જીએસટી નંબર મેળવવા માટે લાંચ માંગી હતી. ગોધરાના રાજ્ય વેરા નિરિક્ષક અધિકારી પુષ્પક પંચાલે જીએસટી નંબર લેવા આવેલા અરજદાર પાસે જીએસટી નંબર માટેના વેરિફિકેશન બાબાતે લાંચ માંગી હતી. અરજદારે પોતાના જયવીર એન્ટરપ્રાઈઝ નામના ધંધા માટે જીએસટી નંબર મેળવવા માટે અરજી કરી હતી જેની ઓનલાઈન અરજીના ફિઝિકલ વેરિફિકેશન વખતે અરજદાર પાસે લાંચ માંગી હતી. વેરા નિરીક્ષક પુષ્પક પંચાલે અરજદાર પાસે રુપિયા ૫૦૦૦ ની લાંચ માંગી હતી. જેને લઈને એસીબીએ એક ટ્રેપ ગોઠવી હતી. જેમાં અરજદારને વેરા નિરીક્ષકે માંગેલા લાંચના ૫૦૦૦ હજારની રકમ લઈને અધિકારી પાસે મોકલ્યો હતો જે ટ્રેપમાં એસીબીને આ અરજદારની ફરિયાદમાં તથ્ય લાગતાં અધિકારીને લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જેમાં એસીબીને સફળતા મળી હતી.

ગોધરાની સ્પેશિયલ એસીબી કોર્ટે વેરા નિરક્ષક પુષ્પક પંચાલને ૫૦૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલા અધિકારીના બે દિવસના રિમાન્ડ મંજરુ કર્યા છે. સમગ્ર કેસમાં ઝડપાયેલા અધિકારીની એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.