ગોધરા મસ્જિદ, મદ્રેસા-કબ્રસ્તાનની મિલ્કતોમાં ભાડુ ન ચુકવતા ભાડુઆતો અંગે ગોધરા શાહવલી ટ્રસ્ટ ગાંધીનગર રજુઆત માટે પહોંચ્યુ

ગોધરા શહેરમાં આવેલી શાહવલી મસ્જિદના કમિટીના મેમ્બર ટ્રસ્ટને લગતી વર્ષો જુની અનેક સમસ્યાઓને લઈને ગાંધીનગર ખાતે ગુજરાત રાજય વકફ બોર્ડની કચેરીએ પહોંચ્યા હતા. વર્ષો જુના કાર્યરત ટ્રસ્ટોમાં અનેક સમસ્યાઓ અને ફરિયાદની વકફ બોર્ડના ચેરમેનને રજુઆતો કરી હતી. કાયમી નિરાકરણ લાવવામાં માંગ કરવામાં આવી હતી.

ગોધરા શહેરમાં આવેલ શાહવલી મસ્જિદના ટ્રસ્ટીઓ ગાંધીનગર ખાતે વકફ બોર્ડની કચેરીએ ટ્રસ્ટીઓ દ્વારા રજુઆતો કરી હતી કે, વકફ બોર્ડ હેઠળ નોંધાયેલ મસ્જિદ, મદ્રેસા અને કબ્રસ્તાનની મિલ્કતોમાં જે ભાડુઆતો વકફની ગાઈડલાઈન પ્રમાણે ભાડું નથી ચુકવતા અને વકફ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડે છે. વકફ બોર્ડ હેઠળ નોંધાયેલ ટ્રસ્ટની મિલ્કતોમાં જે ભાડુઆતો નજીવા દરનુ ભાડું ચુકવે છે અને તે ભાડુઆતો પેટા ભાડુઆતો ઉભા કરી બમણું ભાડું વસુલ કરે છે.

તેવા ભાડુઆતો વિરુદ્ધ કાર્યવાહી કરવા અને વકફ બોર્ડ હેઠળ નોંધાયેલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સમયસર હિસાબો અને ઓડિટ રિપોર્ટ રજુ નથી કરવામાં આવતો.વકફ બોર્ડ હેઠળ નોંધાયેલ ટ્રસ્ટની મિલ્કતોમમાં અને તેની આસપાસ ટ્રસ્ટની મિલ્કતને નુકસાન થાય અને અડચણ ઉભી થાય તે રીતે અવૈધ બાંધકામ કરવામાં આવ્યા છે આવી અનેક નાની-મોટી ટ્રસ્ટના તોફિકભાઈ મલેક, આરીસ મલેક અને નિઝામુદ્દીન સૈયદ દ્વારા વકફ બોર્ડના ચેરમેન મોહસીનભાઈ લોખંડવાલાને રજુઆત કરી હતી.