ગોધરા, પંચમહાલ જીલ્લામાં ગોધરા સહિત તાલુકાઓમાં સ્માર્ટ મીટર પ્રોજેકટ રદ કરવા માટે મીટીંગ યોજીને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગોધરામાં સ્માર્ટ મીટર માટેનો સરકારના ખોટા નિર્ણય સામે લડી લેવાના મુડમાં જાહેર જનતા મીટીંગ બોલાવી વિરોધ નોંધાવી રહી છે.
મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર પ્રોજેકટ હેઠળ ધરે-ધરે મીટર લગાવવામાંં આવ્યા છે અને આ સ્માર્ટ પ્રિપેઈડ મીટરનો વિરોધ વધતા હાલમાં સ્માર્ટ મીટર પ્રોજેકટ ઉપર રોક લગાવી છે અને જાહેરાત કરાઈ કે જે લોકો સામેથી અરજી કરશે તેમને જ સ્માર્ટ મીટર નાખી આપવામાં આવશે. ફરીથી પણ આ વાતનો પણ વિરોધ યથાવત રહેતા સરકારે એમ.જી.વી.સી.એલ. સાથે મીટીંગ કરી નવા નિર્ણય જાહેર કર્યા કે સ્માર્ટ મીટરની સાથે જુના મીટર પણ લગાડવામાં આવશે. સરકારના આ નિર્ણયથી લોકોમાંં નારાજગી છે. જાહેર જનતાની એક માંગ છે કે, સ્માર્ટ મીટર પ્રોજેકટ ગરીબ અને મધ્યમ વર્ગ માટે લુંટ મચાવનાર પ્રોજકેટ છે. આ સ્માર્ટ મીટર પ્રોજેકટની રોજ કમાઇ ગુજરાન ચલાવતા લોકોને પરવડે તેમ નથી અને રીચાર્જ કરી લાઈટ વાપરવા પોસાય તેમ નથી. ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં જનતાએ ભાજપ ઉપર ભરોસો મુકી 156 થી વધુ મીટર આવી તેમ છાતં સરકાર ગરીબ મધ્યમવર્ગના હિતમાં નિર્ણય લેતી નથી. જેથી ગોધરા શહેરમાં જાહેર જનતા વતી રોજ અલગ અલગ જગ્યાએ મીટીંગનુંં આયોજન કરવામાં આવે છે. લોકો સ્માર્ટ મીટર રદ કરવાના મુડમાં છે. ત્યારે આવનાર દિવસમાં ગોધરા શહેરમાં જે 7 હજાર સ્માર્ટ મીટર લાગેલા છે. તેને મધ્યમ ગુજરાત વીજ કંપની દ્વારા કાઢી લેવામાં આવે અને જુના મીટર ફરી લગાવવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપવામાં આવશે. તેમ છતાં સ્માર્ટ મીટર રદ નહિ કરે તો જાહેર જનતાએ ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરવાનો મુડ બનાવ્યો છે.