ગોધરા,
તા.31/08/2022 અંકના અનુસંધાનમાં વધુ ગોધરા સીટી ટીકા નં.14ના સીટી સર્વે નં.14/288/1/આ વાળી જમીનો મુળ માલિક મહાલક્ષ્મી માતાના ટ્રસ્ટ ગોધરાની આવેલી છે. તેમ છતાં આ જમીનોમાંં ચીફ ઓફિસર ગોધરા દ્વારા ગેરકાયદેસર પરવાનગી આપેલ છે અને લધુમતિ કોમના ઈસમો દ્વારા કૌસર કોમ્પ્લેકસ પાડવામાં આવેલ છે અને ગોધરા પ્રાંત દ્વારા કેસ નંબર જમન/અશાંતધારા/એસ.આર.નં.34/2021 તા.8/8/2022ના રોજ પ્રાંત અને નાયબ કલેકટર દ્વારા ગેરકાયદેસર બાબતે પોલીસ બી ડીવીઝન તથા પોલીસ અધિક્ષક દ્વારા તમામ અભિપ્રાયોના આધારે હુકમ કરેલ છે.
આમ, ભાડા પટ્ટા વેચાણ આપનાર પોતે સીધી લીટીના વારસદાર ના હોય તેમ છતાં ગેરકાયદેસર વેચાણ કરેલ તથા ગેરકાયદેસર બાંધકામ કરવામાંં આવેલ છે અને ગોધરા નગર પાલિકા દ્વારા ખોટી સરકારના વિરૂદ્ધ તથા જાણ બહાર પરમીશન આપી બાંંધકામ કરી કરાવેલ છે અને બીજી ધણી બધી અશાંતધારાના કેસો ચોકી નં.4 માં પેન્ડીંગ છે. આમ, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ જાહેરનામા ક્રમાંક GHM-2017-M-375-STP-112017-H.1. sp.10/1/2017 થી ગોધરા શહેર બી ડીવીઝન વિસ્તારમાં જાહેરનામા શીડયુલમાં પ્રતિબંધ મુકવા જણાવેલ છે. તેમ છતાં સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ એ ખોટા સરકાર વિરૂદ્ધ તથા કાયદા વિરૂદ્ધ અભિપ્રાય આપેલ છે. આમ, તા.8/8/2022ના હુકમ વંચાણે લેતાં સ્થાવર મિલ્કત વેચાણ થી આપનાર તથા વેચાણ થી રાખનાર બન્ને પક્ષે મુકત સંમતિથી કોઈપણ જાતની ધાક ધમકી સીવાય પોતાની મિલ્કતો હોય ભાડુઆતોના હકક અને ભાડુઆત ના હોવા છતાં સોગંદનામું આપેલ છે. આમ, તમામ હકીકતો તથા સ્થળ તપાસ ચીફ ઓફિસર નગર પાલિકા દ્વારા તપાસ નહી કરી બાંધકામ પરમીશન કઈ રીતે આપેલ છે. જે તપાસનો વિષય છે. આવી રેકર્ડી પરિસ્થિતી હોવા છતાં બાંધકામ થયેલ છે.
આમ, ગુજરાત સરકાર તથા જાહેરનામા અનુમાં હુકમની (2) પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરાના પત્ર નં.LIB/ અ.ધા/અરજ/અભિપ્રાય/2438/2022/ તા.27-06-2022 રજુ થયેલ છે.
સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ ગોધરા પત્ર નં. સીટીએસ/મે.સ.કા.વશી/177/2021 તા.1-1-2022 થી ખોટો અભિપ્રાય આપેલ છે.
ગુજરાત અશાંત વિસ્તાર તબદીલી અધિનિયમ 1991 તથા સુધારા અધિનિયમ-2009 બાબતે ઉલ્લેખ કરેલ છે.
ગુજરાત સરકાર મહેસુલ વિભાગનું નોટીફિકેશન નંબર GHM-2017-M-375-STP-112017-1073-H-1 sp.10/10/2017..
ગુજરાત સરકાર મહેસુલ વિભાગનું નોટીફિકેશન નં. GHM-2020-M-57-STP-112017-1073-H.1 sp.19/08/2020ની તમામની તમામ જોગવાઈઓ તથા પોલીસ અભિપ્રાયના આધારે હિન્દુ-મુસ્લિમો દ્વારા ભવિષ્યમાં મોટા ફસાદ ના થાય તેવી કાળજી રાખી અને સબંધો કાયમી ધોરણે હરહંમેશ માટે બની રહે તેવો હુકમ કરેલ છે. જેથી આવી જમીનો કોના ઈશારે પધરાવી દેવામાં આવેલ છે. જે જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરા તપાસ કરી યોગ્ય કાર્યવાહી થાય તેવી હિન્દુ સમાજની લાગણી છે. જે ધાર્મિક સ્થાનિક મિલ્કતો છે. જે બચાવના હકક અધિકારો તમામ ભારતના નાગકિરોની ફરજ બને છે.