ગોધરા મામલતદાર અને વહીવટી ના. મામલતદાર દ્વારા પ્રાંત અધિકારીના હુકમોની અમલવારી નહીંં કરી સરકારી આદેશની અવગણના કરી

ગોધરા,
ગોધરા કૃષિ પંચ શહેર તાત્કાલીક મામલતદાર એમ.એમ.ભાભોર તથા વહીવટી નાયબ મામલતદાર અરવિંદ રાજપૂત પ્રાંત કચેરીમાં બદલી થયેલા તેવા કલાર્ક હંસરાજ બિહાલો ગોધરા મામલતદાર તાત્કાલીક બિનખેડુતોને ખેડુતો બનાવેલ અને સરકારને કરોડો કરોડોનું નુકશાન કરી ખુબ મોટા પ્રમાણમાં લાંચ રૂશ્ર્વત લઈ સરકાર સેવકો દ્વારા ગેરરીતિઓ આચરેલ ત્યાર બાબત તે હુકમોની નોંધો આજદિન સુધી નહીં પડેલ બાબતે નાગરિક દ્વારા હુકમ નં.જમન/84(ક) કેસ નંં.3 (એ) તા.4/8/2021, હુકમ નં.જમન/84(ક) કેસ નં.2 તા.4/8/2021, હુકમ નં.જમન84(ક) કેસ નં.3/2020 તા.4/8/2021ના રોજ બોગસ ખેડુતોના નામે હળીમળીને આવતા હોય તેમજ 80 વર્ષ પછી પેઢીનામાના આધારે બિનખેડુતોને ખેડુત બનાવેલ છે અને કેટલીક જમીનો અર્ધ પ્રક્રિયા ચાલુ હોવા છતાં ફેરફાર કરી નાખેલ છે.

જે બાબતે સરકારને ખુબ જ મોટા પ્રમાણમાં રાજ્ય સેવકો દ્વારા રેવન્યુ રેકર્ડ તથા પુરાવા વિરૂદ્ધ ગેરરીતિઓ તપાસ દરમ્યાન બહાર આવે તેમ છે. આમ, જાગૃત નાગરિક દ્વારા ગોધરા મામલતદાર સીટી વિસ્તારને સરકારી હુકમોની અમલવારી કરવા તા.2/5/2022ના રોજ (1) મામલતદાર ગોધરા (શહેર), (2) પ્રાંત અધિકારી, ગોધરા, (3) જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરા તરફ અરજી આપી સરકારી હુકમો નાગરિક દ્વારા ભારપૂર્વક કસ્ટોડીયન મિલ્કતો જે રેવન્યુ સર્વે નં. 811/1/2 વાળી પ્રશ્ર્ન ઉપસ્થિત થયેલા અને બિનખેડુતોનો કેસ આપી ખોટા સરકાર સેવકો એ સરકાર વિરૂદ્ધ હુકમો કરેલ છે. જે હુકમોની નોંધો આજદિન સુધી પાડવામાં આવલ નથી. અમુક બિખેડુતો દ્વારા હમીરપુરની મિલ્કતોથી ખેડુતો બનેલ છે. અમુક ચિખોદ્રાની મિલ્કતોનીથી ખેડુતો બનેલ છે. જે રેકર્ડ ઓફ રાઈટની નોંધો તાત્કાલીક મામલતદાર, ગોધરા કૃષિપંચ દ્વારા ઘ્યાને લીધેલ નથી અને મોટા પ્રમાણમાં સરકાર સાથે વિશ્ર્વાસધાત કરેલ છે. જે તપાસ દરમ્યાન સરકારી ગેરરીતિઓ જો જીલ્લા કલેકટર પંચમહાલની ટીમ કરે તો મોટા પ્રમાણની વિગતોવાર ગેરરીતિઓ બહાર આવે તેમ છે. આમ, ગુજરાત રાજ્ય સરકારનું કાયદા અને મહેસુલ મંત્રી દ્વારા અવારનવાર સુચનાઓ વાંરવાર બોગસ ખેડુતોને માંથી સુધી કાઢી અને બોગસ ખેડુતો સામે ફોજદારી રાહે ગુનાહો દાખલ કરવા જણાવેલ છે. પરંતુ પંચમહાલ જીલ્લા કલેકટરના મહેસુલી કર્મચારી, અધિકારીઓ દ્વારા આદેશોનું પાલન કરી કે કરાવતા નથી. નાગરિક વારંવાર રજુઆતો કરતા હોય છે.

નાગરિકોની રજુઆતો અંગેની વહીવટીનાતે કે સેવાઓ નાતે કે ગેરરીતિઓ કરેલનાતે આજદિન સુધી પંચમહાલ જીલ્લાના અધિકારીઓ તરફ કોઈ સત્ય હકીકતોના રિપોર્ટો કરવામાં આવતાં નથી કે ગુજરાત રાજ્ય સરકારના કમિશ્ર્નરો, સચિવો દ્વારા આજદિન સુધી પંચમહાલ જીલ્લા કર્મચારીઓ કે અધિકારીઓ સામે કોઈ ખાતાકીય તપાસના અહેવાલો માંગી ગેરરીતિઓ, ભષ્ટ્રાચારીઓ સામે કોઈ કરતા કોઈ કાર્યવાહી કરે તેવો એકપણ દાખલો પંચમહાલ જીલ્લામાં ગેરરીતિઓ હોવા છતાં કાર્યવાહી કરી કરાવવામાં આવતી જેથી સરકાર બદનામ થાય તે પંચમહાલ જીલ્લા શહેર તથા ગ્રામ્ય નાગરિકો માન. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના શુભ પગલા થી પ્રજા રાહત અનુભવી રહી છે અને કેટલીક અરજીનો ગુ.રા.સ.મંત્રી કાયદા અને મહેસુલ સમક્ષ ગેરરીતિઓ અંગેની લેખિત ફરિયાદો પંચમહાલ શહેર ગ્રામ્ય વિરૂદ્ધ થયેલી છે. જેથી આ બાબતે ગોધરા પ્રાંત એન.બી.રાજપૂત ગોધરાની તમામ ફાઈલો તપાસ થાય તો ખુબ જ મોટું કૌભાંડ અનેક પ્રકારના મહેસુલી ગેરરીતિઓ બહાર આવે તેમ છે. આમ, તકરારી કેસોની નોંધો આર.ટી.એસ.ની નોંધો સીટીમેસની નોંધો હુકમ અંગેની પાડવા આવેલ નથી.
ગુજરાત સરકારના પરિપત્રોનું અનાદાર કરેલ છે. આ બાબત ગોધરા જાગૃત નાગરિક દ્વારા કૃષિપંચ મામલતદાર તાત્કાલીક ગોધરા દ્વારા હુકમોની અમલવારી નહીંં કરી તમામ મિલ્કતો વેચી પાડેલ સામે જવાબદારો કર્મચારીઓ, અધિકારીઓ સામે યોગ્ય જીલ્લ કલેકટર પંચમહાલ કાર્યવાહી હુકમ બાબતે કેમ નથી કરાવતા અને પ્રાંત એન.બી.રાજપૂત ગોધરાના કર્મચારીઓ દ્વાર વહીવટ અને સેવા કોને કહેવાય અને ભારતના નાગરિકોના હકકપણ નાબુદ કરી નાખેલ બાબતે પ્રાંત ગોધરા એન.બી.રાજપૂત કચેરીની ફાઈલોની તપાસ જો ગુજરાત સરકારની વિરૂદ્ધની ગેરરીતિઓ કરેલની તપાસ ગાંધીનગર મંત્રી કાયદા અને મહેસુલ રાજેન્દ્ર ત્રિવેદીના આદેશો અનુસાર યોગ્ય તપાસ ટીમ નીમી કાર્યવાહી થાય તો કરોડો કરોડો સરકાર વિરૂદ્ધ હુકમોની ગેરરીતિઓ સામે આવે તેમ છે. બોગસ ખેડુતના પ્રમાણપત્રો ખોટા કાયદા વિરૂદ્ધ કરેલ હુકમો અને અનેક પ્રકારની ગેરરીતિઓ બહાર આવે તેમ છે.