ગોધરા મામલતદાર કચેરીના ઈ-ધરા શાખામાં કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા આ કર્મચારીને અરજદાર રેવન્યુ રેકર્ડમાંં કાચી નોંધ પાડવા માટે આરોપીએ 7,000/-રૂપીયાની માંગણી કરી હતી. જેમાંથી 1500 રૂપીયા લાંચ પેટે લીધા હતા. જયારે બાકીના 5500 રૂપીયા અરજદાર આપવા માંંગતા ન હોય જેને લઈ ગાંધીનગર એસીબીમાં ફરિયાદ કરતાં એસીબીએ છટકું ગોઠવી આજરોજ કોમ્પ્યુટર ઓપરેટરને 5500/-રૂપીયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો.
ગોધરા મામલતદાર કચેરીના ઈ-ધરા શાખામાં કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે મયંકકુમાર ઉર્ફે સાગર રમેશચંંદ્ર રાણા ફરજ બજાવતા હોય આ કોમ્પ્યુટર ઓપરેટરને અરજદાર વડીલો પાર્જીત જમીન તકરારને કારણે ખાલસા થઈ ગયેલ હોય જે જમીન રેવન્યુ કોટ નામ દાખલ કરવા હુકમ કરેલ સદર જમીનમાં નામ દાખલ કરવા માટે મામલતદાર કચેરી ખાતે અરજી આવેલ હતી. જમીનમાં નામ દાખલ કરવા અને રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરવા માટે અરજદાર કોમ્પ્યુટર ઓપરેટર મયંકકુમાર ઉર્ફે સાગર રાણાને મળ્યા હતા. ત્યારે નોંધ માટે 7,000/-રૂપીયાની માંગણી કરી હતી.
જેમાંથી આરોપીને 1500/-રૂપીયા આપ્યા હતા. જ્યારે બાકીના 5500/-રૂપીયા લાંચના અરજદાર આપવા માંગતો ન હોય જેથી ગાંંધીનગર એકમ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે ગાંધીનગર એસીબીએ છટકું ગોઠવી આજરોજ આરોપી મયંંકકુમાર ઉર્ફે સાગરને મામલતદાર કચેરી પાર્કીંગમાં 5500/-રૂપીયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો. મામલતદાર કચેરીના ઈ-ધરા શાખાનો કરાર આધારીત કર્મચારી 5500/-રૂપીયાની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ જતાંં અન્ય લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.