ગોધરા મામલતદાર કચેરીના પુરવઠા શાખામાં આગામી 7 દિવસ સુધી રેશનકાર્ડની કામગીરી બંધ રહેશે : લાભાર્થીઓની કફોડી હાલાત

ગોધરા મામલતદાર કચેરીના પુરવઠા શાખા (ગ્રામ્ય)માંં બપોરે એકાએક સોફટવેર માઈગ્રેટ થવાનું હોવાથી આગામી સાત દિવસ સુધી રેશનકાર્ડની કામગીરી બંધ રહેશે તેવું ફરમાન કરવામાં આવતાં વહેલી સવારથી કામ અથેૃ આવીને કતારમાં ઉભેલ અનેક લાભાર્થીઓ રખળી પડયા હતા. જ્યારે પછીથી આવનારને ધકકો પડતા તંત્રની આવી લાંબી વિલંબીત પ્રક્રિયા સામે રોષ વ્યાપ્યો છે.

ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આશરે 110 થી વધુ આવેલા ગામડાઓમાંંથી રોજીંદા મોટી સંખ્યામાં મામલતદાર કચેરીના પુરવઠા શાખા (ગ્રામ્ય)માં રેશનકાર્ડને લગતી નામ સુધારણા, નામ ઉમેરો, અપડેટ, નવું રેશનકાર્ડ જેવી કામગીરી અર્થે લાભાર્થીઓની આવનજાવન રહે છે. જેમાં અઠવાડિયે સોમવાર અને ગુરૂવારે જ પુરવઠા અરજીઓ સ્વીકારવી તથા જવાબી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે મુજબ આજે સોમવાર હોવાથી સુવિધા માટે તથા એક તરફ પ્રાથમિકતથી લઈ કોલેજ કક્ષાએ પ્રવેશ પ્રક્રિયાની મેાસમ ચાલી રહી છે. સાથે સાથે સરકારની છોકરીઓ માટે શિષ્યવૃતિ જાહેર કરવાના કારણે કોઈ કારણોસર કાર્ડ સંબંકિત અને આવક સંબંધિત પ્રમાણપત્ર પુરાવા તરીકે રેશનકાર્ડ અગત્યનું દસ્તાવેજ ગણાય છે. જેથી પુરવઠા શાખાની અન્ય દિવસો કરતાં આ દિવસોમાં ભારે ભરમાર જામી રહી છે.

  • વહેલી સવારથી જ કતારમાં ઉભેલા અરજદારો અટવાયા.
  • જાહેરાતથી અજાણ રેશનકાર્ડધારકોને ધરમધકકો પડયો.
  • અગાઉ આચારસંહિતાના કારણે 3-3 માસ સુધી કામગીરી ઠપ્પ બની હતી.
  • હાલમાં પ્રવેશ પ્રક્રિયાની મોસમ વચ્ચે વિદ્યાર્થીઓને વધુ એક સપ્તાહ સુધી વિલંબ.
  • વારંવાર સર્વરમાં ક્ષતિ સર્જાવાના કારણે ગ્રામ્યજનોમાં ભારે નારાજગી.
  • આગામી દિવસમાંં અરજીઓના ઠપ્પા જામવાની શકયતા.

ત્યારે સવારથી જુદા જુદા ગ્રામ્ય વિસ્તારો માંથી ભૂખ્યા તરસ્યા આવીને પોતાના કામ પૂર્ણ કરવાના આશયે ઉભેલા લાભાર્થીઓને બપોર 12 કલાકે અચાનક સર્વર ડાઉન હોવાની ક્ષતિઓ ઉભી થતાંં લાભાર્થીઓ ભારે પરેશાન થયા હતા અને લાઈન આગળ ધપતી ન હતી. પછી રેશનકાર્ડ ડેટા ખોરવાય સર્વર માઈગ્રેટ થવાનું હોવાથી રેશનકાર્ડનું સોફટવેર તા.7/4/2024 સુધી બંધ રહેનાર છે. જેથી રેશનકાર્ડની તમામ કામગીરી હાલ બંધ છે.

તેવી જાહેરાતને લઈને નારાજગીના દ્દશ્યો જોવા મળ્યા હતા. એક તો ભાડા ખર્ચીને આવેલાઓનું કામ ન થતાં તેઓને ધરમધકકો પડયો હતો. જ્યારે આ સૂચનાથી અભણ લાભાર્થીઓ પુરવઠા શાખામાં પહોેંચતા અને આ પ્રકારની જાહેરાત સાંભળવા મળતા તેઓને ખાલી હાથે પરત ફરવાનો વારો આવ્યો હતો. જોકે, ચુંટણીની આચાર સંહિતાના કારણે છેક એપ્રિલ-મે-જુન સુધી રેશનકાર્ડની તમામ કામગીરી સ્થગિત થઈ ગઈ હતી. જ્યારે માંડ 20 દિવસ ચાલેલી કામગીરી ભારે અરજીઓના થપ્પા વચ્ચે સ્થિતી હળવી બનતા હાશકારો વ્યાપ્યો હતો. ત્યારે ફરી ટુંંકાગાળામાં સાત દિવસ માટે સોફટવેર સર્વર બંધ રહેવાથી આગામી દિવસોમાંં અરજીઓના થપ્પા જામશે અને દિવસો સુધી સમય મર્યાદામાં રેશનકાડૃની કામગીરી નહી થવાની લાભાર્થીઓના કામ સ્થગતિ બનશે. જેનાથી હાલકીમાં મુકવાનો વારો આવનારને લઈને ચિંતા વ્યાપી છે. કારણે કે, હાલમાં પ્રવેશ માટે, શિષ્યવૃતિ માટે, આવકના દાખલામાં અગત્યના ગણાતા રેશનકાર્ડની કામગીરી બંધ રહેવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે.

થમ્પ ઈમ્પ્રેશન પ્રશ્ર્ન ધરાવતા લાભાર્થીઓના મોં માંથી કોળીયો ઝુંટવાયો….

અગાઉ ટેકનિકલ કારણોસર થમ્પ ઈમ્પ્રેશન તથા અન્ય કારણોસર સ્થાનિક ગામની સસ્તા અનાજની દુકાન માંથી નામ ન દર્શાવાતા તેઓની હયાતી હોવા છતાં અનાજ મળતું ન હતું. આમ, ચુંંટણીની આચાર સંહિતા બાદ હવે રેશનકાર્ડ સુધારો કરવામાં આવશે અને રાબેતા મુજબ આવશ્યક ચીજવસ્તુઓનો વપરાશ થશે તેવી આશા માંડી બેઠેલા આવા વંચિત લાભાર્થીઓને પણ ચાર-ચાર માસ ઉપરાંતનો લાભનો કોળીયો મોં માંથી ખૂંચવાઈ ગયો છે. વળી, જુલાઈ માસના પ્રથમ 10 દિવસમાં અનાજ મળશે તેમ પણ માનીને રેશનકાર્ડની કામગીરી સુધારવા માટે મન મકકમ બનાવ્યું હતુંં. પરંતુ ફરી એકવાર એક સપ્તાહ માટે સર્વર બંધ રહેવાને લઈને અનાજનો લાભ ગુમાવવાનો વારો આવ્યો છે અને આવતા માસથી સંભવિત અનાજ હાથવગુ બને તેમ છે. જોકે, આવી વિકટ પરીસ્થિતીમાં ગરીબ લાભાર્થીઓને હાલત દયનિય બની છે. અને સંચાલકો તેઓના હકનો જથ્થો બારોબાર સગેવગે કરી દે તેવી પણ આશંકાઓ કરી રહ્યા છે. આમ, દુકાળમાં અધિક માસ જેવો ધાટ સર્જાયો છે.