ગોધરા મામલતદાર કચેરીમાંં ઈન્ટરનેટ ધાંધીયાને લઈ છેલ્લા 10 દિવસથી અરજદારોને ભારે હાલાકી

ગોધરા,ગોધરા મામલતદાર કચેરીમાં છેલ્લા 10 દિવસથી ઈન્ટરનેટ સેવાની તકલીફને લઈ ગ્રામ્ય વિસ્તારો માંથી કામ અર્થે આવતાં અરજદારોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

ગોધરા મામલતદાર કચેરીમાં છેલ્લા 10 દિવસની ઈન્ટરનેટના ધાંધીયાને લઈ મામલતદાર કચેરીમાં કામ અર્થે આવતાં અરજદારોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. કચેરીમાં અધિકારીઓ અરજદારોને સરખો જવાબ આપતા નથી. એક તરફ ડિજીટલ ઈન્ડીયાની વાતો થાય છે. તેની વચ્ચે ગોધરા મામલતદાર કચેરીમાં ઈન્ટરનેટના ધાંધીયાને લઈ અરજદારો પરેશાન થઈ રહ્યા છે. મામલતદાર કચેરીની એટીવીટી શાખાના કર્મચારીઓને પુછતા યોગ્ય જવાબ મળતો નથી અને નેટ આવશે ત્યારે કામ થશે તેવા જવાબ આપવામાં આવે છે. ગામડા માંથી આપતા અરજદારોને મુશ્કેલીઓનેા સામનો કરવો પડી રહ્યો છે. તેમાં પણ કામ અર્થે ગોધરા મામલતદાર કચેરીમાં ધરમધકકા ખાતા અરજદારોને આર્થિક નુકશાન થઈ રહ્યું છે.