- મામલતદાર કચેરીના બે કરાર આધારતી ઓપરેટરો દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું.
ગોધરા, ગોધરા મામલતદાર કચેરીમાંં ઉપયોગમાં નહિ લેવાતા હોય તેવા રેશનકાર્ડને ઓવરરાઈટ કરી બીપીએલ કાર્ડમાં તબદીલ કરયા હોય તેવી રજુઆત કરાઈ હતી. તપાસમાં રેશનકાર્ડ તબદીલ કરવામાં કોમ્પ્યુટર ઓપરેટરની કરતુત બહાર આવતાંં બન્ને કોમ્પ્યુટર ઓપરેટર વિરૂદ્ધ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
ગોધરા ખાતે ગેની પ્લોટ વિસ્તારના રહિશ રીઝવાન ઈશહાક કલંદર દ્વારા મામલતદાર કચેરી ખાતે લેખિત રજુઆત કરાઈ હતી કે ગોધરા મામલતદાર કચેરીમાંં કેટલાક બીપીએલ કાર્ડ અને અંત્યોદય કાર્ડ ઉપયોગ વગરના હતા. તેમાં મુળ રેશનકાર્ડ ધારકના નામની જગ્યાએ અન્ય ઈસમોના નામ ઓવર રાઈટ કરી આ કાર્ડને સક્રિય કર્યા છે. જેથી કચેરીમાં જવાબદાર વ્યકિતઓ સામે કાર્યવાહી કરાય તેવી રજુઆત કરાઈ હતી. રજુઆતને લઈ મામલતદાર કચેરી દ્વારા ઓવર રાઈટ કાર્ડની યાદીની ઓનલાઈન તપાસ કરાઈ હતી. તપાસમાંં અમુક રેશનકાર્ડ ઓવરરાઇટ થયા હતા. જયારે કેટલાક રેશનકાર્ડ બરાબર હતા. આ તમામ રેશનકાર્ડ લાંબા સમયથી સાયલેન્ટ એટલે અનયૂઝડ હતી અને આ રેશનકાર્ડમાં મુળ રેશનકાર્ડ ધારકની જગ્યાએ અન્ય કાર્ડધારકનુંં નામ દાખલ કાર્ડ ઓવરરાઈટ કરી પૂન: સક્રિય કરી બીપીએલ-અંત્યોદય રેશનકાર્ડ ઉપર મળતા અનાજનો જથ્થો મળવાનું ચાલુ કરી ગુનો આચરેલ હોય આ બાબતે ગોધરા ના.મામલતદાર પુરવઠાએ તત્કાલીન મામલતદારનુંં ધ્યાન દોરતા કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર રાવલ ઈલેશકુમાર સુરેશભાઇ અને સૈયદ સુહેલ મોહમંદ અબ્દુલ ની મૌખિક પુછપરછ કરાઈ હતી. તેમાં બન્ને કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા પુરવઠા મામલતદારની જાણ બહાર આ કૃત્ય કર્યાની કબુલાત કરી હતી. જેને લઈ કચેરીની કામગીરી માંંથી બન્ને કોમ્પ્યુટર ઓપરેટરોને કર્યા હતા. ગોધરા મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે સૈયદ સુહેલ મોહમંદ અબ્દુલ મોઅની 2005 થી અને રાવલ ઈલેશકુમાર સુરેશભાઇ 2018થી કચેરીમાં કરાર આધારીત ફરજ બજાવતા હતા. રેશનકાર્ડ ઓવરરાઈટ થયેલા હોવાથી 22 જુલાઈ 2023થી ઓવર રાઈટ થયેલા રેશનકાર્ડ ગોધરા મામલતદાર દ્વારા હુકમ ક્રાઈમ રદ કરવામાં આવ્યા હતા. જ્યારે ગોધરા ના.મામલતદાર પુરવઠાની સરકારી લોગઈનની ગુપ્ત સરકારી માહિતી અરજદારને કઈ રીતે પ્રાપ્ત થઈ છે. મામલતદાર દ્વારા તપાસના આદેશ આપ્યા છે. આ બાબતે બન્ને ઓપરેટર વિરૂદ્ધ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.