ગોધરા મામલતદાર કચેરી ખાતે જમીનના દસ્તાવેજોને લઈને બે જૂથ વચ્ચે થયેલા ઘર્ષણનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં ગોધરા શહેરમાં આવેલા ગોધરા તાલુકા સેવાસદન કચેરી ખાતે ગોધરા શહેર અને ગોધરા ગ્રામ્ય મામલતદાર કચેરી, તેમજ ગોધરા પ્રાંત અધિકારીની કચેરી સહિતની કચેરીઓ આવેલી છે. જ્યાં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો પોતાના કામકાજ અર્થે આવતા હોય છે. કેટલાક અરજદારો પોતાના જમીનોના લે-વેચ બાદ દસ્તાવેજના કામકાજ અર્થે પણ આવતા હોય છે. ત્યારે આજરોજ ગોધરા મામલતદાર કચેરી ખાતે બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. જમીનની લે-વેચની અદાવતને લઈને આ ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે, બીજી તરફ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે.