
ગોધરા,
ગોધરા શહેરમાં ગતરોજ સમી સાંજે તેમજ મોડી રાતે ભારે વરસાદી ઝાપટા પડયા હતા. જેને લઇને ગોધરા શહેરમાં ઠેકઠેકાણે પાણી ભરાયાં હતાં. ગોધરા શહેરમાં ગત સાંજે એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
ત્યારે વરસાદને લઇને ગોધરા શહેરના મકનકુવા વિસ્તારમાં આવેલા કોઠારીવાડમાં આવેલું એક જૂનું અને જર્જરીત મકાન ધરાશાયી થઈ ગયું હતું. સદભાગ્યે આ મકાનમાં કોઈ રહેતું ન હોવાથી સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા. હાલ આ મકાનમાં કાટમાળને ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.