ગોધરા મજુર અદાલત ખાતે યોજાયેલ લોકમેળા મુકવામાં આવેલ 149 કેસો માંથી 146 કેસોનો નિકાલ

ગોધરા,

પંચમહાલ જિલ્લા લેબર લોજ પ્રેક્ટિસ એસોસિએશનના પ્રમુખ એ.એસ.ભોઈ એક અખબારી યાદીમાં જણાવે છે કે, પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે આવેલ મજૂર અદાલતમાં તારીખ 11/2/23 ના રોજ ન્યુ દિલ્હી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસાના આદેશથી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ ઔદ્યોગિક ન્યાય પંચના માર્ગદર્શન હેઠળ ગોધરા મજુર અદાલતના ન્યાયાધીશ હિતેશકુમાર એ.મકાની સીધી દેખરેખ હેઠળ લોક અદાલત આયોજન કરવામાં આવેલ. જેમાં ઔદ્યોગિક વિવાદ ધારા હેઠળના કુલ 136 મૂકવામાં તેમજ 10 જેટલા ક્રિમિનલ કેસ મૂકવામાં આવતા કુલ146 કેસોનો નિકાલ કરવામાં આવેલ છે. જે પૈકી આઈડી એક્ટના 136 કેસોમાં રૂપિયા 38,30,215 તથા10 ક્રિમિનલ કેસમાં રૂપિયા 1,27,000 દંડ વસૂલ કરવામાં આવેલ લોક અદાલત ને સફળ બનાવવા માટે પંચમહાલ જિલ્લા લેબર લોઝ પ્રેક્ટિસનર્સ એસોસિયેશનના અધ્યક્ષ જે.કે.વેદ, મંત્રી અરવિંદભાઈ પરમાર, સહમંત્રી ટી.બી.પરમાર તેમજ એડવોકેટ સતીષ.એ.ભોઈ, વૈભવ આઈ.ભોઈ અને લેબરકોટ ગોધરાના અધિક્ષક તેમજ તમામ સ્ટાફના કર્મચારી ભાઈ-બહેનોએ ખડે પગે રહી આ લોક અદાલત સફળ બનાવી છે. ન જીત કે ન હાર નું સૂત્ર સફળ બનાવેલ છે. પંચમહાલ જિલ્લા લેબલ લોઝ પ્રેક્ટિસ નર્સ એસોસિએશન પ્રમુખ એ.એસ. ભોઈ ગોધરા, જી.પંચ.