ગોધરા મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરીમાં જુનીયર કલાર્ક મહિલા કર્મીને કચેરીના અધિકારીના ડ્રાઈવર દ્વારા અધટીત માંંગણી કરી પરેશાન કરતાં ફરિયાદ

ગોધરા,

ગોધરા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીમાં જુનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતા મહિલા કર્મીને આજ કચેરીના અધિકારીની ગાડીના ડ્રાઈવરે મહિલાનો અવારનવાર પીછો કરી શારીરિક સંબંધ બાંધ નહિ તો મારી નાખીશ તેમ કહી તેમજ ઓફિસના અધિકારી સાથે ગયેલ હતા. ત્યારે મહિલાને હેરાન કરવાનું કહેતા ઝાપટો મારી આરોપીએ ગુન્હો કરતાં ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

વિસ્તૃત વિગતો મુજબ ગોધરા મહિલા અને બાળ વિકાસ કચેરીમાં જુનીયર કલાર્ક તરીકે અસ્મિતાબેન સંગાડા નોકરી કરે છે. ત્યારે આ કચેરીના અધિકારીની ગાડી ચલાવતા આરોપી સરફરાજ અબ્દુલ રહિમ પંડયા રહે. આમલી ફળીયું, વ્હોરવાડ, ગોધરા તેના દ્વારા મહિલા કર્મચારીઓ અવારનવાર પીછો કરી તું મારી જીંદગીમાં આવી જા તું મારી સાથે શારીરિક સંંબંધ બાંધ નહિ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને મહિલા કર્મચારી ઓફિસના અધિકારી રોહનભાઈ ચૌધરી સાથે ભરૂચ મુકામે સર્વિસ બુક લેવા જતા હતા. ત્યારે આરોપી સરફરાજ અબ્દુલ રહિમ પંંડયા તું કેમ ઓફિસના અધિકારી સાથે ભરૂચ ગયેલ તેમ કહેતા તું મને કેમ હેરાન કરે છે. તેમ કહેતા આરોપીએ મહિલા કર્મીને બે-ત્રણ ઝાપટો મારી તું મારી સાથે કેમ નથી આવતી મારી સાથે સંબંધ નહિ રાખે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી રોહનભાઈ ચૌધરી વચ્ચે પડતા જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ મહિલા કર્મીના માતા-પિતાએ આરોપીને તેમની દિકરીને હેરાન કરવાનું કહેતા તમારી દિકરીને બગાડો છો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે ગોધરા એ ડિવીઝન પોલીસ મથકે આરોપી સરફરાજ અબ્દુલ રહિમ પંડયા વિરૂદ્ધ 354(ડી), 323, 506(2) તથા અનુસૂચિતજનજાતિ સુધારા કલમ 3(2)(5-એ) મુજબ ગુન્હો નોંંધાયો.