ગોધરા,
ગોધરા તાલુકાના મહેલોલ ગ્રામ પંચાયતમાં સરકાર દ્વારા આર્થિક પછાત અને ઘર વિહોણા લાભાર્થીઓને સરકારની આવાસ યોજના, કેટલ શેડ તેમજ શૌચાલયના લાભ મંજુર કરવામાં આવ્યા છે. પરંતુ પંચાયતના સભ્ય તથા કોન્ટ્રાકટરોની મિલીભગતથી લાભાર્થીઓને પુરેપુરા લાભ મળેલ નથી અને તેમાં પણ મોટાભાગના લાભાર્થીઓને યોજના આપેલ છે. તે મળેલ નથી. પંચાયતના સભ્ય તથા કોન્ટ્રાકટરો એકબીજાના મેળાપીપણામાં લાભાર્થીના બેંક ખાતા માંથી બારોબાર નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે. તેવા આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા સોગંદનામા સાથે જીલ્લા વિકાસ અધિકારીને લેખિત અરજી કરીને જાત નિરીક્ષણ કરવા અને તપાસ કરવા રજુઆત કરાઈ છે.
ગોધરા તાલુકાના મહેલોલ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ જાગૃત ગ્રામજનો હવે સામે આવ્યા છે. મહેલોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકાર દ્વારા આર્થિક પછાત અને ઘર વિહોણા લાભાર્થીઓને સરકારી આવાસ યોજના, કેટલ શેડ યોજના તેમજ શૌચાલય યોજના અંતર્ગત લાભ મંજુર થયેલ છે પરંતુ ગ્રામ પંચાયતના સભ્ય તથા કોન્ટ્રાકટરો એ એકબીજાના મેળાપીપણામાં લાભાર્થીઓને યોજનાઓનો પુરેપુરો લાભ મળેલ નથી. તેમાં પણ જે લાભાર્થીઓના યોજનાનો લાભ આપેલ છે અને સ્થળ ઉપર મળેલ નથી. તે તપાસનો વિષય છે.
મહેલોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા લાભાર્થીઓને સરકારી યોજનાના લાભ આવી યોજનાના કામોનો પુરેપેરો લાભ આપેલ નથી. તેમજ જે કામો મંજુર થયેલ છે. તે સ્થળ ઉપર થયા ન હોય જેને જાગૃત ગ્રામજનો દ્વારા સોગંધનામું કરીને અરજી સાથે જીલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવ્યું છે અને મહેલોલ ગ્રામ પંચાયતમાં અત્યાર સુધી મંજુર થયેલ વિકાસના કામોના લાભાર્થીઓને સ્થળ ઉપર લાભ મળેલ છે કે કેમ તેની સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. મહેલોલ ગ્રામજનો વતી સામાજીક કાર્યકર દ્વારા માહિતી માંગવામાં આવી હતી. ત્યારે ગામના જે લાભાર્થીઓના કામો મંજુર થયેલ હતા. તેવા લાભાર્થીઓને લાભ નહિ આપીને વંચિત રાખવામાં આવ્યા છે. જ્યારે સરકારી રેકર્ડ ઉપર કામો કમ્પલીટ થયેલના શેરો કરવામાં આવેલ છે. ત્યારે મહેલોલ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની તપાસ કરી કાયદેસર ફોજદારી કાર્યવાહી કરવા માટે રજુઆત કરવામાં આવી છે.