ગોધરા,
ગોધરા શહેર બગીચા રોડ ઉપર આવેલ નગર પાલિકા શોપીંગ સેન્ટરમાં દુકાન નંબર 1 થી 26 માં વર્ષોથી વેપારીઓ ફટાકડાનો ધંધો કરતા આવી રહ્યા છે. પરંતુ ચાલુ વર્ષે દિવાળીના ટુંકા દિવસો બાકી હોય તે પહેલા વહિવટી તંત્ર દ્વારા ફટાકડા દુકાનો બંધ કરવામાં આવી છે અને દુકાનદારોને લાલબાગ ટેકરી મેદાનમાં સ્ટોલ માટે અરજી કરવા માટે કહેવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા શોપીંગ સેન્ટરની ફટાકડાની દુકાનો બંધ કરવામાં આવતાં વેપારીઓ કફોડી સ્થિતીમાં મુકાયા છે.
ગોધરા શહેરના લાલબાગ ટેકરી મેદાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી દિવાળી તહેવારને લઈ ફટાકડાના ધંધા માટે ફટાકડાના સ્ટોલ ઉભા કરવામાં આવતા હોય છે.
આ લાલબાગ ટેકરી મેદાનમાં ફટાકડા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. ત્યારે ગોધરા બગીચા રોડ શોપીંગ સેન્ટરની 1 થી 24 દુકાનોને ફટાકડાની દુકાનદારો જે કાયમી કેટરર્સ વેચાણનું લાયસન્સ ધરાવતા હોય તેવા વેપારીઓને જે તે સ્થળે દુકાનો ઉપર ધંધો કરવા માટે છુટછાટ અપાઈ હતી. તે સમયે પણ વિરોધ થયો હતો. તેનો તંત્ર દ્વારા ઘ્યાને લેવામાંં આવ્યું ન હતું. ચાલુ વર્ષ દિવાળીની વચ્ચે માંડ 10 દિવસના સમયગાળો બાકી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા નગર પાલિકા શોપીંગ સેન્ટરની 1 થી 24 નંબરની દુકાનો માંથી કરતા ફટાકડાના વેચાણનો ધંધો બંધ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા કાયમી લાયસન્સ ધરાવતા વેપારીઓને ચાલુ વર્ષે શોપીંગ સેન્ટરમાં ફટાકડાનો ધંધો નહિ કરી લાલબાગ મેદાનમાં લાગતા સ્ટોલ માટે અરજી કરવા માટે દુકાનદારોને કહેવામાંં આવ્યું હતું. પરંતુ શોપીંગ સેન્ટરના દુકાનદારો પોતાની પાસે ફટાકડાનો જથ્થો વધારે હોય અને શોપીંગ સેન્ટરની દુકાનો ચાલુ રાખશે તે વિશ્ર્વાસમાં રહ્યા હતા પરંતુ દિવાળીના ટુંકા દિવસો બાકી છે અને લાલબાગ ટેકરી મેદાનમાં 25 થી 26 સ્ટોલની કેપીસીટી ધરાવે છે તે જગ્યાએ શોપીંગ સેન્ટરના દુકાનદારોએ અરજી કરેલ ન હોય અને છેલ્લા દિવાળીના ટુંકા દિવસેા બાકી હોય ત્યારે તંત્ર દ્વારા ફટકાડાનું વેચાણ કરતી દુકાનો બંધ કરવામાં આવતાં દુકાનદારો કફોડી સ્થિતીમાં મુકાયા છે.