ગોધરા શહેર નજીક ઝાંસીથી મુંબઈ જઈ રહેલી ઝાંસી એક્સપ્રેસ ટ્રેનમાં સુરત જઇ રહેલા ઝાંસીના બે યુવકો પૈકી દરવાજા પાસે બેસી મોબાઈલ ચલાવી રહેલો યુવક અચાનક ટ્રેનમાંથી પડી જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અન્ય યુવકને જાણ થતાં તે પણ ચાલુ ટ્રેને કુદી પડ્યો હતો જેને ઇજાઓ પહોંચી છે. બંને યુવકો સાળો-બનેવી હતા. તેઓ સુરતમાં દોરાની ફેક્ટરીમાં કામ કરતા હતા અને ઝાંસીથી સુરત જઈ રહ્યા હતા.
સમગ્ર ઘટનાને પગલે રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ તો પોલીસે લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે.ઝાંસી જિલ્લામાં આવેલા સૈયર ગામે રહેતા બે યુવાનો ગઈકાલે પોતાના વતનમાંથી ઝાંસી એક્સપ્રેસમાં ટ્રેન મારફતે ઝાંસીથી સુરત સાડી બનાવવાના દોરાની કામગીરી માટે નીકળ્યા હતા. ત્યારે જનરલ કોચમાં દરવાજા આગળ બેઠેલા યુવાનનો મોબાઇલ ફોન ગોધરા શહેરના જાફરાબાદ ફાટકની પાસે પડી જતા તે યુવાન પોતાનો મોબાઇલ ફોન બચાવવા માટે ટ્રેનમાંથી નીચે પડ્યો હતો. જ્યારે તેની સાથે મુસાફરી કરી રહેલા અન્ય એક યુવાન પણ તેના બનેવીને બચાવવા માટે ટ્રેનમાંથી નીચે પડ્યો હતો. જેમાં બનેવીને ટ્રેનના વ્હીલ શરીર ઉપર ફરી વળતાં ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે સાળાને સામાન્ય ઇજાઓ પહોંચી હતી
આ બનાવ સંદર્ભમાં ઝાંસીથી સુરત ખાતે સાડી બનાવવાના દોરાની કામગીરી માટે ઈન્દ્રેશ યાદવ અને વિકાસ યાદવ પોતાના વતનથી સુરત જઈ રહ્યા હતા. ત્યારે ગોધરાના જાફરાબાદ ફાટક પાસે જનરલ કોચમાં દરવાજા પાસે મુસાફરી કરી રહેલા ઈન્દ્રેશ યાદવનો મોબાઇલ ફોન ટ્રેનના નીચે પડી જતા પોતાનો મોબાઈલ ફોન બચાવવા માટે તે પણ નીચે પડ્યો હતો. જેથી પોતાના બનેવીને બચાવવા માટે સાળો વિકાસ યાદવ પણ ચાલુ ટ્રેનમાંથી નીચે પડ્યો હતો. આ ઘટનામાં બનેવી ઈન્દ્રેશ યાદવ ટ્રેનની નીચે આવી જતા બે ટુકડા થયા હતા અને ઘટના સ્થળ ઉપર મોત થયું હતું. જ્યારે સાળા વિકાસ યાદવને પગમાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી. બનાવને લઈને ગોધરા રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી અને લાશનો કબજો મેળવીને પીએમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી.
સમગ્ર બનાવને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી.વ્યાસે જણાવ્યું હતું કે, ઝાંસીથી સુરત ખાતે જનરલ કોચમાં દરવાજા આગળ મુસાફરી કરી રહેલા બે યુવાનોમાંથી એક યુવકનો મોબાઈલ ટ્રેનમાંથી નીચે પડી જતા તે પોતાનો ફોન બચાવવા માટે નીચે પડ્યો હતો અને લગભગ 200 મીટર સુધી ઘસડાતા ઘસડાતા ગયો હતો. જ્યારે પોતાના બનેવીને બચાવવા માટે સાળો પણ ટ્રેનમાંથી છલાંગ લગાવી હતી. જેને પગલે ઇન્દ્રેશ યાદવનું ટ્રેનમાં આવી જતા મોત થયું હતું. જ્યારે વિકાસ યાદવને પગમાં સામાન્ય ઇજાઓ થઈ હતી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને લાશને પીએમ અર્થે મોકલેલ છે.