ઉતરાયણને એક દિવસ બાકી રહ્યો છે. ત્યારે રવિવારે રજાનો દિવસ હોવાથી પતંગ રસીયાઓ ધાબા પર ચઢીને પતંગ ચગાવીને પેચ લડાવતા હોય છે. ત્યારે ધાબા પર પતંગ ચગાવવામાં મશગુલ લોકો ધાબા પરથી પડી જવાની ધટનાઓ બનતી હોય છે.
રવિવારે ગોધરા શહેરમાં ધાબા પર પતંગ ચગાવતા યુવક ધાબા પરથી પટકાતા ઇજાઓ થતા સારવાર હેઠળ છે. ગોધરાના લાલબાગ વિસ્તારમાં વિજયભાઇ દંતાણી મકાનના ધાબા પરથી પતંગ ચગાવતો હતો. પતંગ ચગાવવા મશગુલ વિજય અચાનક બેલેન્સ ગુમાવતા વિજય ધાબા પરથી નીચે પટકાતા શરીરે ઇજાઓ થઇ હતી.