રાજ્યસભાના ઉમેદવાર જસવંતસિંહ પરમાર બિનહરીફ વિજેતા થયા : મોતીબાગ પરથી તેઓનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું.

ગુજરાતમાં ચાર રાજ્યસભાના સભ્યોની ટર્મ પૂર્ણ થતાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી રાજ્યસભાના ચારે ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા અને ભાજપના ચારે ઉમેદવારો બિનહરી જાહેર થતાં ઉમેદવારો અને ટીકીદારોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. ત્યારે ગઇકાલે રાજ્યસભામાં બિનહરીફ જાહેર થયેલા ડૉ. જશવંતસિંહ પરમાર ગોધરા શહેરમાં આવી પહોંચ્યા હતા. જ્યાં અમદાવાદ રોડ ઉપર આવેલ મોતીબાગ પરથી તેઓનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.

તાજેતરમાં જ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના વતની ડૉ. જશવંતસિંહ સાલમસિંહ પરમારની રાજ્યસભાના સાંસદના ઉમેદવાર તરીકે જાહેરાત થઈ હતી. જે બાદ તેઓ બિનહરીફ જાહેર થયા છે, ત્યારે ગઇકાલે રાત્રે પોણા આઠ કલાકે રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર ગોધરા શહેરમાં આવી પહોંચ્યા હતા. અમદાવાદ રોડ ઉપર આવેલ મોતીબાગ પાર્ટીથી તેઓનું વિજય સરઘસ કાઢી દાહોદ રોડ પર આવેલ લોકસભાના મધ્યસ્થ કાર્યાલય સુધી આ વિજય સરઘસ યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયેલા ડો. જશવંતસિંહ પરમાર જણાવ્યું હતું કે આજનો દિવસ એ ફક્ત પંચમહાલ માટે જ નહીં આખા મધ્ય ગુજરાત માટે ખૂબ જ યાદગાર દિવસ છે કારણ કે પંચમહાલ જિલ્લાને આ પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે 20 થી 22 વર્ષ બાદ પ્રાપ્ત થયું છે. તેવા સંજોગોમાં આવનાર સમયમાં આ વિસ્તારમાં જે કંઈ પડતર સમસ્યા છે તે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જિલ્લા પ્રશાસનની મદદથી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.