ગોધરા, ગોધરામાં વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ) ભરતી પ્રક્રિયા રદ થવા પર ન્યાય મેળવવા માટે પરીક્ષાર્થીઓ દ્વારા પંચમહાલ જિલ્લા કલેકટર ને લેખિત રજૂઆત કરી હતી.
ચાલુ વર્ષના ગત મહિનાઓમાં જેટકોના વિવિધ ઝોનમાં વિદ્યુત સહાયક(ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં વર્તુળ કચેરીઓમાં પોલ ટેસ્ટ તથા 9.9.2023નાં રોજ લેખિત પરીક્ષાની યાદી તથા પરિણામ ઓકટોબર માસ દરમિયાન જેટકોની વેબસાઈટ મારફતે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરીક્ષામાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોનુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ અને પોલીસ વેરીફીકેશન પણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તા.19.12.2023 નાં રોજ અચાનક જ જેટકોની વેબસાઈટ પરથી મેરીટ લીસ્ટ તથા પરિણામ ડિલીટ કરી ભરતી રદ કરવાની નોટિસ આપવામાં આવી હતી. અમે સર્વ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો આ મામલે આપ સાહેબને જણાવવા માંગીએ છીએ કે ભરતી રદ કરેલી નોટીસમાં જણાવેલ કારણ વ્યાજબી નથી. કારણ કે પોલ ટેસ્ટમાં કોલ લેટરની અંદર જણાવેલ છે કે કોઈપણ ગેરરીતિ કે વાદવિવાદની સ્થળ ઉપર જાણ કરવાની રહેશે. પાછળથી કોઈપણ રજૂઆત ધ્યાન પર લેવામાં આવશે નહિ. છતાં પણ અમુક અસફળ રહેનાર ઉમેદવારો દ્વારા પોલ ટેસ્ટના નિયમોનાં ભંગનુ આવેદનપત્ર અમુક સરકારી કચેરીઓમાં વારંવાર અરજીઓ આપી ભરતી રોકવાની તથા ભરતી ઉપર સ્ટે લાવવાની માંગણી કરી જેટકોની આ મામલે કોઈપણ રજૂઆતનાં સાંભળવાની હોવા છતાં પણ નિયમોનું ભંગ કરી અરજીઓ સ્વીકારી ઉમેદવારોનાં મેડિકલ થઈ ગયેલા હોય તેઓના નિમણુક પત્રો રોકી રાખ્યા છે. ઉમેદવારો દ્વારા વડોદરા કચેરી ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ ન્યાય મળ્યો નથી.ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું ત્યાં તેમને સૂચના આપવામાં આવી કે તમારો હાલની ચાલુ નોકરીમાં રાજીનામું આપી ઙઋ ઉપાડી લેવું. જેથી પસંદગી પામેલા તમામ ઉમેદવારો બેરોજગાર બન્યા છે. જેના કારણે તેઓની માનસિક અને શારીરિક સ્થિતિ નબળી પડી છે. ત્યારે આ બાબતની ગંભીરતા નહિ લેવાય અને અમારી અરજી આપ્યાના 48 કલાકમાં ન્યાય નહિ મળે તો જો કોઈ ઉમેદવાર અન ઈચ્છનીય પગલું ભરશે તો તેની જવાબદારી જેટકો અને તેના અધિકારીઓની રહેશે. ત્યારે વહેલી તકે આ મામલે કોઈપણ જાતના પક્ષપાત વગર ભરતી પ્રક્રિયાની તપાસ કરી અમને ન્યાય આપવામાં આવે તેવી માંગ પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.