ગોધરામાં વિધર્મી દ્વારા થતી ગૌવંશની તસ્કરી રોકવાની માંગ સાથે કલેકટરને આવેદન આપ્યું

ગોધરા,ગોધરા ખાતે વિધર્મીઓના ઘરો અને સોસાયટીઓમાં ગૌવંશ બાંધેલી હોય અને કારોમાં ગૌવંશની તસ્કરીનો સીલસીલો પુરજોશમાં ચાલુ હોય ત્યારે કડક પગલા ભરવાની માંગ સાથે અખિલ ભારતીય સંત સમિતિ હિન્દુ ધર્મના પ્રભારી દ્વારા રાજ્યના ગૃહમંત્રીને લેખિત રજુઆત કરાઇ.

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં વિધર્મીઓ દ્વારા ગૌવંશની તસ્કરી કરવામાં આવી રહી છે અને તેમના ઘરમાં અને સોસાયટીમાં બાંધી રાખતા હોય છે. વિધર્મીઓ દ્વારા મોંઘીદાર કારો દ્વારા ગૌવંશની તસ્કરી અને હેરાફેરી કરતાં હોય છે જેને લઇ હિન્દુ સમાજની લાગણી દુભાઇ રહી છે અને સંત સમાજમાં ભારે રોષ છે. ત્યારે ગોધરા ગૌવંશની તસ્કરી ઉપર રોક લગાવીને કાર્યવાહી થાય તેવી માંગ અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરીત હિન્દુ ધર્મસેનાના પ્રભારી આશિષ પટેલ દ્વારા રાજ્યના ગૃહમંત્રીને ઉદ્દેશીને જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું.