ગોધરા, ગોધરા શહેરના શરાફ બજારમાં આવેલી વાસણની દુકાનેથી ખરીદી કર્યા બાદ ચુકવણી પેટે આપેલા ચેક રિટર્ન થવાના કેસમાં કોર્ટ આરોપી ગ્રાહકને બે વર્ષની સાદી કેદ અને દંડની સજાનો હુકમ કર્યો હતો.
ગોધરાના રહેવાસી પ્રેમીલાબેન બંસીલાલ જૈનની શરાફ બજારમાં વર્ધમાન સેલ્સ નામે વાસણની દુકાન આવેલી છે. ઘોઘંબા તાલુકાના ખીલોડી ગામે રહેતા અને રીંછવાણી ગામે વાસણની દુકાન ધરાવતા જયંતિલાલ અમરસિંગ બારીયા વર્ધમાન સેલ્સમાંથી કયારેક રોકડ તો કયારેક ઉધાર વાસણની ખરીદી કરતા હતા. તેમણે એપ્રિલ-2017માં રૂ.2,22,258/-ના વાસણની ઉધાર-ખરીદી કરીને જુનમાં ચુકવણીનો વાયદો કર્યો હતો. જે બાદ જુન માસમાં જયંતિલાલે બાકી રકમ પેટે રૂ.75,245/-અને રૂ.1,37,013/-નો ચેક આપ્યો હતો. જે બંને ચેક તેમના ખાતામાં પુરતુ બેલેન્સ નહિ હોવાથી રિટર્ન થયા હતા. જેથી પ્રેમિલાબેન તેમના વકીલ મારફતે જયંતિલાલ સામે નેગોશિએબલ ઈન્સ્ટુમેન્ટ એકટ મુજબ કોર્ટમાં કેસ કર્યો હતો. જે કેસ ગોધરા કોર્ટના બીજા એડિ.ચીફ જયુડિ.મેજી.જીગ્નેશ ગીરિશભાઈ દામોદ્રાની કોર્ટમાં ચાલી જતાં પ્રેમીલાબેન જૈનના વકીલ પી.ડી.પાઠકની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી જયંતિલાલ બારીયાને બે વર્ષની સાદી કેદ અને રૂ.10,000/-નો દંડ અને દંડ ના ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો તેમજ ચેકની રકમના રૂ.2,25,258/-દિન-60માં ચુકવી દેવા માટે હુકમ કર્યો હતો.