ગોધરામાં ઉત્તરાયણ પર્વમાંં ચાઈનીઝ દોરી અને તુકકલના વેચાણ અટકાવવા પ્રાંત અધિકારીએ પટેલવાડા દુકાનોમાં ચેકીંગ કર્યું

ગોધરા, ગોધરા શહેરમાં ઉત્તરાયણના પર્વમાં પતંગની દુકાનોમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનુંં વેચાણ થતું અટકાવવા માટે ગોધરા પ્રાંત અધિકારીએ બી ડીવીઝન પોલીસ સાથે રાખી પટેલવાડામાં આવેલ દુકાનમાં આકસ્મિક ચેકીંગ કરાયું.

ગોધરા શહેરમાં ઉત્તરાયણના પર્વમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરી અને તુકકલનું વેચાણ થતું અટકાવવા માટે ગોધરા પ્રાંત અધિકારીએ બી ડીવીઝન પોલીસને રાથે રાખી ચેકીંગ કરવામાં આવ્યું. ગોધરા પટેલવાડા વિસ્તારમાં આવેલ કિશોર ટ્રેડર્સ નામે દોરાની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી. ઉત્તરાયણ પર્વ પહેલા ગોધરા શહેરમાં ચાઈનીઝ દોરા અને તુકકલ વેચાણ અટકાવવા માટે ચેકીંગ કરતાં ચાઈનીઝ દોરીનું છુપી રીતે વેચાણ કરતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.