
ગોધરા,ગોધરા શહેરમાંં તિજોરી બનાવવાનં કામ કરતાં 26 વર્ષીય મુસ્લીમ સમાજના યુવાનને હાર્ટ એટેક આવતાંં નિધન થવા પામ્યું.
ગુજરાત રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. રોજ રાજ્યમાં બે થી ત્રણ યુવાનોના હાર્ટ એટેકના મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આજરોજ ગોધરા શહેરમાં તિજોરી બનાવવાનુંં કામ કરતાં મુસ્લીમ સમાજના 26 વર્ષીય યુવાનને અચાનક હાર્ટ એટેક આવતાં યુવાનને સારવાર મળે તે પહેલા નિધન થવા પામ્યું હતું. અચાનક હાર્ટ એટેકમાં યુવાનના મોતના પગલે પરિવાર ભારે શોકમાં ધરકાવ થયો છે.