ગોધરા,
ગોધરા મેસરી નદીના કિનારે નવા બહારપુરા ખાતે આરોપી ઈસમે રસ્તા ઉપર ગાડી મુકેલ હતી તે બાબતે બોલાચાલી થયેલ હતી. મૃતક યુવાન અને તેના ભાઈ ધર તરફ જઈ રહ્યા હતા દરમિયાન ત્રણ આરોપીઓ માર મારવા લાગેલ અને ૨૧ વર્ષિય યુવાનને માર મારતા સારવાર અર્થે સિવિલ અને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાતા સારવાર દરમિયાન યુવાનનુ મોત નીપજયું હતુ. આ બાબતે ત્રણ આરોપી ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા મેસરી નદીના કિનારે નવા બહારપુરામાં આરોપી સલીમ હકીમ દડીએ પોતાની ગાડી રસ્તા ઉપર મુકેલ હતી તે બાબતે સીયાને કહેલ કે, ગાડી રસ્તા ઉપર મુકે છે તેમ કહીને બોલાચાલી કરેલ હતી. બાદમાં યાસીન તથા તેના ભાઈ માહિર તેમના ધર તરફ જઈ રહ્યા હતા ત્યારે આરોપી સલીમ હકીમ દડી, ઈલ્યાસ યાકુબ ઈતરા, સુલેમાન બદામ ઉર્ફે સુલ્યો ઉશ્કેરાઈ ગયા હતા અને મારી નાંખવાની ધમકી આપી સીયાન તથા તેના ભાઈ માહિરને મારવા લાગેલ હતા તે વખતે જાબીર વચ્ચે છોડાવવા પડતા આરોપી ઈલ્યાસ યાકુબ ઈતરાએ તલવાર લઈ આવી યાસીન ધર તરફ જતો હોય તેણે ઝધડો કરો છો તેમ કહેતા ત્રણ આરોપી ઈસમોએ યાસીન ઉર્ફે યાસીન યુસુબખાન પઠાણ (ઉ.વ.૨૧, રહે.નવા બહારપુરા)ને તલવારના ધા માથાના ભાગે મારતા પ્રાથમિક સારવાર ગોધરા સિવિલમાં કરાવી વધુ સારવાર માટે વડોદરા એસ.ઓ.જી.માં ખસેડાતા યાસીનનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.આ બાબતે ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.