ગોધરામાં એસટી બસના ચાલકે રોંગ સાઈડથી ડાયવર્ઝન ક્રોસ કરતા કાર એસટી બસ સાથે અથડાઈ.

ગોધરા, સલામત સવારી એસ.ટી અમારી સૂત્રમાં એસટીને સલામત તરીકે ચીતરવામાં આવી છે, પરંતુ એસટીના કેટલાક ડ્રાઇવરો સરેઆમ લીરેલીરા ઉડાડી રહ્યા છે. ત્યારે ગોધરા શહેરના પાંજરાપોળ ચર્ચ પાસે ગઈકાલે મોડી સાંજે ફોરવ્હીલ ગાડીનો ચાલક પોતાની ગાડી લઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે એક એસટી બસના ચાલકે રોંગ સાઈડથી ડાયવર્ઝન કાપતા ફોર વ્હીલ ગાડી એસટી બસ સાથે અથડાતા ફોર વ્હીલ ગાડીનું નુકસાન થવા પામ્યું હતું. જ્યારે આ દુર્ઘટના કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી, પરંતુ એસટી બસ અને ફોર વ્હીલ ગાડીના અકસ્માતના પગલે ભારે ટ્રાફિકજામ થવાની સમસ્યા સર્જાઈ હતી.

ગઈકાલે મોડી સાંજે એક એસટી બસ દાહોદથી શેરડી તરફ જઈ રહી હતી. ત્યારે ગોધરા શહેરના પાંજરાપોળ ચર્ચ પાસે રોંગ સાઈડથી ડાયવર્ઝન ક્રોસ કરતા એસટી બસ ચાલક સાથે રોડની સામેથી આવી રહેલી એક ફોર વ્હીલ ગાડી બસ સાથે અથડાતા ફોર વ્હીલ ગાડીને નુકસાન થવા પામ્યું હતું. ફોર વ્હીલ ગાડીના ચાલકે એસ.ટી ડ્રાઇવર પાસે પોતાની ગાડીને નુકસાન થતાં ખર્ચ માંગ્યો હતો, પરંતુ એસટી ચાલકે ખર્ચ ના આપતા આખરે ફોર વ્હીલ ચાલકે પોતાની ગાડી પાછી ન લીધી હતી અને ત્યાંની ત્યાં જ ઉભી રાખી દીધી હતી. જેના પગલે ચારે બાજુ ટ્રાફિકજામ થવાની સમસ્યા સર્જાઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી.