ગોધરાની સોસાયટીમાં કોણ છે આ બૂકાનીધારી જે મારુતિવાનમાં આવી કરે છે લોકોની પૂછપરછ.

ગોધરા શહેરના લુણાવાડા રોડ ઉપર આવેલા SRPની સામે અંબિકા નગર સોસાયટી આવેલી છે. જ્યાં ગઈકાલે બપોરના સમયે એક મારુતિ વાનમાં પાંચથી છ જેટલા બુકાનીધારી ઈસમો સોસાયટીની અંદર પ્રવેશ કરી આખી સોસાયટીમાં આંટાફેરા કરતા હતા. જેથી સોસાયટીમાં રહેતા સ્થાનિક રહીશો સહિત મહિલાઓએ તેમને પૂછપરછ કરતા તમામ મારુતિ વાનમાં આવેલા બુકાનીધારી ઈસમો મારુતિ વાન લઈને ભાગી છુટ્યા હતા. જે સમગ્ર ઘટનાનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જ્યારે અંબિકાનગર સોસાયટી સ્થાનિક લોકો ગઇકાલે ધોળે દિવસે બનેલી ઘટનાને લઈને ગોધરા એ-ડિવિઝન પોલીસ મથકમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

ગોધરા શહેરના લુણાવાડા રોડ ઉપર આવેલા SRPની સામે અંબિકાનગર સોસાયટીમાં ગઇકાલે બપોરના બેથી ચાર વાગ્યાની આસપાસ એક મારુતિ વાનમાં પાંચથી છ જેટલા બુકાનીધારી શખ્સો સોસાયટીમાં પ્રવેશ કરી આંટાફેરા ફરીને કોઈ ગુનાહિત કૃત્ય કરવા માટે આવ્યા હતા. જેમાંથી બે જેટલા ઈસમો નકાબ પહેરીને ચોરી કરવાના કરવાના ઇરાદે અથવા કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપવા માટે કોશિશ કરતા હતા. જેથી સોસાયટીની મહિલાઓએ બુમાબુમ કરતા મારુતિ વાનમાં આવેલા ઈસમો ઊભી પુછડીએ નાસી છૂટ્યા હતા.

જ્યારે સમગ્ર ઘટનાને લઈને અંબિકાનગર સોસાયટીમાં રહેતા સ્થાનિક રહીશો સહિત મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ધોળા દિવસે પણ પોતાના ઘરની બહાર નીકળતા ગભરાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે ધોળા દિવસે અંબિકાનગર સોસાયટીમાં એક મારુતિ વાનમાં પાંચથી છ બુકાનીધારી ઇસમો ગુનાહિત કૃત્યને અંજામ આપવાનો સમગ્ર વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ત્યારે અંબિકાનગર સોસાયટીના રહીશો સમગ્ર ઘટનાને લઈને ગોધરા શહેરના એ-ડિવિઝન પોલીસ મથકમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. મારુતિ વાનમાં આવેલા બુકાનીધારી શખ્સો સામે સીસીટીવીના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે માગ પણ કરી હતી.