ગોધરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત આજે એક સપ્તાહનું 1 લાખ ઉપરાંત બીલ આવતાં વીજ ગ્રાહકોમાં દોડધામ

  • એમ.જી.વી.સી.એલ. દ્વારા વીજ ગ્રાહકોની રજુઆતને લઈ મોબાઈલ એપ્લીકેશન સીસ્ટમ બંધ કરાઈ.
  • ગોધરામાં 7000 ઉપરાંત સ્માર્ટ વીજ ગ્રાહકોની મોબાઈલ એપ્લીકેશન બંંધ કરવાની ફરજ પડી.

ગોધરા,ગોધરામાં સ્માર્ટ વીજ મીટર નાખવામાં આવ્યા બાદ વીજ ગ્રાહકોને 1 લાખ કરતા વધારે બીલ આવતાં લોકો મધ્ય ગુજરાત વીજ કંપનીમાં પહોંચીને કર્યાપાલક ઈજનેરને રજુઆત કરાઈ હતી અને સ્માર્ટ મીટર કાઢીને જુના મીટર લગાડી આપવા માટે રજુઆત કરાઈ હતી. બાદમાં મધ્ય ગુજરાત વીજ કંપની ગોધરા દ્વારા શહેરમાં લગાડવામાં આવેલ 7000 સ્માર્ટ મીટરની મોબાઈલ એપ્લીકેશન સીસ્ટમ બંધ કરવા આવી છે.

ગોધરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા લગાડવામાં આવેલ સ્માર્ટ મીટરને લઇને લોકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યા છે. ત્યારે આજરોજ સ્માર્ટ મીટર વીજ ગ્રાહકો સાથે સામાજીક કાર્યકર સંજય ટહેલ્યાણી એમ.જી.વી.સી.એલ. કચેરી પહોંચ્યા હતા અને જ્યાં સ્માર્ટ વીજ મીટરના ગ્રાહકોને 1 લાખ કરતા વધુ બીલ આવતા સવારથી મધ્ય ગુજરાત વીજ કંપની પાવર હાઉસ ખાતે વીજ ગ્રાહકોની દોડધામ જોવા મળી હતી અને 1 લાખ કરતાંં વધારે વીજ બીલ આવ્યું હોય તેવી રજુઆતો થવા પામી હતી. જેને લઈ મધ્ય ગુજરાત વીજ કંપની ગોધરાના કાર્યપાલક અધિક ઈજનેર સ્માર્ટ મીટર માટે આપવામાં આવેલ મોબાઈલ એપ્લીકેશન સીસ્ટમ અંગેની રજુઆતો ધ્યાને લઈને બંધ કરવાની ફરજ પડી હતી.

ગોધરાના શ્રીજી નગર સોસાયટીમાં રહેતા કયમજીતકૌરે જણાવ્યું કે, સ્માર્ટ મીટર લગાડવામાંં આવ્યા પછી ધણી પરેશાનીનો સામનો કરવો પડે છે. પહેલા 5000 સુધી વીજ ભરતા હતા પરંતુ છેલ્લા એક સપ્તાહનું 1 લાખ 43 હજાર વીજ બીલ આવતાંં હેરાન થઈ ગયા છે. લાઈટ ચાલુ કરવા બાબતે પણ ધરમાં અવારનવાર તકરાર થતી હોય ત્યારે સ્માર્ટ મીટર કાઢીને જુના મીટર પરત આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.

મધ્ય ગુજરાત વીજ કંપની ગોધરાના અધિક્ષક ઇજનેર એચ.આર.શાહે જણાવ્યું કે, કેટલાક વીજ ગ્રાહકો તેમના સ્માર્ટ મીટરને લઈ રજુઆત માટે આવ્યા હતા. આજે સીસ્ટમ અપગ્રેશન થતું હતું એટલે ધણા ગ્રાહકોને મોબાઈલ એપ્લીકેશન વધારે બીલ દેખાતા હતા. હાલ મોબાઈલ એપ્લીકેશન હાલ બંધ કરાઈ છે.