- લોકપ્રશ્નનો સાંભળ્યા વિના ઉડનછૂ થયેલા પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નરે ગોધરાના બિસ્માર રસ્તાના દર્શન કર્યા હોત તો ડિસ્કો અનુભવ થયો હોત
- મહિનાઓ પૂર્વે ખખડધજ રસ્તા તથા ગુણવત્તા અંગે કરાયેલી રજુઆતો વડોદરા કચેરીએ પડતર.
- કોઈ પગલાં ન લેવાતા કોન્ટ્રાકરોને બચાવવાના લૂલા પ્રયાસો.
- ચોમાસા પૂર્વે લોકડાઉનમાં બિસ્માર રસ્તાઓની મરામત ન કરાઈ.
- હવે ચોમાસાની વિદાય બાદ પણ હાલ જૈસે થે.
- ઠેરઠેર ખાડાથી લોકોને મુશ્કેલી.
- વણઉકેલ પ્રશ્ર્નથી ચોમાસામાં ભરાયેલા પાણીથી તકલીફ.
- રસ્તાઓને લઈને મતદારો ભાજપા વિરૂદ્ધ મતદાન કરશે તો જવાબદારી પ્રાદેશિક કમિશ્ર્નર લેશે ?
ગોધરા,
એક તરફ ગોધરા શહેરના વિવિધ વિસ્તારમાં ચોમાસા પૂર્વેથી નગરપાલિકા દ્વારા બિસ્માર બનેલા ખખડધજ માર્ગોની મરામત નહી કરાતા ચોમાસામાં ધોવાણ થઈને વધુ ઊંડા ખાડા સર્જાયેલા છે. તેા બીજી તરફ નાગૃત નાગરિકો દ્વારા મહિનાઓથી આવા રસ્તાના પ્રશ્ર્ન અંગે પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નરને કરાયેલી રજુઆતો હજૂ પેન્ડીંગ હાલતમાં હોવાને લઈને વડોદરા તંત્રની બેદરકારી સામે અસંખ્ય અરજદારોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે. કોઈ પગલાં નહી લેવા પાછળ માત્રને માત્ર કોન્ટ્રાકટરોને બચાવવાના લૂલા પ્રયાસો વચ્ચે પ્રજાને પોતાના હાલ ઉપર છોડી દેવાના આક્ષેપો ઊઠયા છે.
ગોધરા નગરપાલિકા વિકાસના કામો અને લોકપ્રશ્ર્નો ઉકેલવામાં રેઢીયાળ બનેલી છે. આ રેઢીયાળ નીતિની દેખરેખ માટે ઊભી કરાયેલી પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નર કચેરી વડોદરા પણ ગોધરા નગરપાલિકાના નકશે કદમ ઉપર ચાલી રહી છે. મહિનાઓથી પોતાના કામો પૂર્ણ થવાની અક્ષેપા સેવતા ગોધરાવાસીઓના બાવાના બેઉં બગડયા જેવો ધાટ સર્જાયેલો છે. લગભગ ચાર-પાંચ માસ બાદ ગોધરામાં અચાનક પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નર વડોદરા એ ગઈકાલે ઉડતી મુલાકાતે આવવા છતાં વિવાદમાં ધેરાઈ ગયા હતા. આજદિન સુધી પડેલી અરજીઓના નિકાલ કરવો લોકપ્રશ્ર્નો સંભળવા કે અરજદારોને મુલાકાતની પૂર્વ જાણકારી આપવા જેવી જવાબદારીમાં નિષ્ફળ નીવડેલા પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નર વડોદરા એ મંગળવારે ગોધરામાં બંધ બારણે બેઠક યોજીને બિલ્લીપગે વડોદરા ગણતરીના સમયમાં ઉડન છુ થઈ જતા અરજદારએ હોબાળો મચાવીને ફીટકારની લાગણી વ્યકત કરી રહયા છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી દાહોદ-પંચમહાલ-મહિસાગર જીલ્લામાં આવેલી વિવિધ નગરપાલિકાના વિસ્તારના ચીંથરે હાલ બનેલા રસ્તાઓ યથાવત હાલત જોતા સ્થાનિક રહીશો તો પરેશાન ભોગવી રહ્યા છે. પરંતુ ત્રણેય જીલ્લામાં મોટામાં મોટી ગણાતી ગોધરા નગરપાલિકા હસ્તકના જુદા જુદા વિસ્તારમાં સર્જાયલા ડિસ્કો રસ્તાઓ ઘણુ બધું આ અધિકારીને કહી જાય છે.
કદાચ તેઓએ પોતાની મુલાકાત દરમ્યાન શહેરના વિવિધ વિસ્તારમાં ગોધરા દર્શન કર્યુ હોત તો ગગનના તારા ગણાવી દઈને સરકારી વાહનમાં બેઠા બેઠા ડિસ્કો જરૂર કરાવી જાત પણ આ સાહેબને ગોધરા ભ્રમણ કરવાની ફૂરસદ ન મળી કે રસ્તાઓના પ્રશ્ર્ન ઉકેલવામાં કોઈ રસ દાખવ્યો નહી. દૂર્દશા યુકત બનેલા રસ્તાઓની સ્થિતી ઉપર નજર નાખીને તો ગોધરાના બસ સ્ટેન્ડથી બગીચા રોડ, શહેરા ભાગોળ, ગીદવાણી રોડ, સ્ટેશન રોડ, પોલન બજાર, પેટ્રોલી પંપ, વચલા ઓઢા, વેજલપુર રોડ, ગોન્દ્રા, દાહોદ રોડ, બામરોલી રોડ, ભુરાવાવ, લુણાવાડા રોડ તથા આસપાસની વિવિધ રહેણાંક સોસાયટીના આંતરિક રોડ ઉપર નાના મોટા ખાડા સર્જાયેલા છે. ચોમાસા પૂર્વેથી રસ્તાઓ બિસ્માર હતા. ઊનાળા દરમ્યાન લોકડાઉન જાહેર કરવામાં આવતા સતત ચાર ચાર માસ સુધી મરામત ન કરી. માથે ચોમાસું હોવા છતાં નગરપાલિકા નિંદ્રાધીન રહી વરસાદી પાણીના નિકાલ સંદર્ભે રસ્તાઓની મરામત કરવી કે રસ્તાઓ બનાવવાની માંગ ઊભી થઈ હતી. કારણ કે ચોમાસા પૂર્વે રસ્તાના પ્રશ્ર્ને પાણી નિકાલ કરવાની માંગ અંગે તંત્રએ કામગીરી ન કરતા વરસાદી પાણી ગામે તેમ ફંટાયા હતા અને લોકોના ઘરમાં ઘૂસવા સાથે આ રસ્તા ઉપર ઢીંચણ સમા પાણી ભરાઈ રહેવાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા.
આ રસ્તાઓ એ ચોમાસા દરમ્યાન લોકોને ભારે યાતનાઓ વેઠવી પડી હતી. પાલિકાના બજેટ પ્રમાણે નવા રસ્તાના નિર્માણ કે મરામતની ગ્રાન્ટ વપરાશ કામગીરી નહિવત બની હતી. હવે ચોમાસા એ વિદાય લીધી છે. ત્યારે આવા બિસ્માર રસ્તાઓની મરામત હાથ ધરાયેલી ન હોવાથી જીલ્લાભરમાંથી ખરીદાર્થે આવતી પ્રજા તથા સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. જેની પહેલેથી જ નારાજગી છે. ત્યારે આ રસ્તા તથા તકલાદી રસ્તાઓની ફરિયાદો વડોદરા પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નરને કરાયેલી છે. તેમ છતાં આજદિન સુધી નિકાલ નહી કરીને પડતર હાલતમાં છે. રસ્તા જેવા પાયાના પ્રશ્ર્ન અંગે ઉકેલ લાવવામાં સ્થાનિક ગોધરા નગરપાલિકા નિષ્ફળ નીવડેલી હોઈ વડોદરા ઉચ્ચ તંત્ર પણ નિષ્ફળ નીવડતા પ્રજા જાએ તો આજે કહાં તેવી પરિસ્થિતી ઉદ્દભવી છે. આગામી સમયમાં ચુંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈને આચાર સંહિતા લાગુ પડીને રસ્તાના કામ ઉપર બ્રેક વાગી જશે ત્યારે સત્તાધીશોની ઉદાસીનતાને લઈને આગામી સમયમાં ભાજપ વિદ્ધ જુવાળ ઊઠીને ભાજપાને જાકારો આપે તો નવાઈ નહીં. આ ભાજપની હાર પાછળ વડોદરા પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નરની વિકાસ માટે ઉદાસીનતા કારણભૂત રહેશે અને હારની જવાબદારી આ કમિશ્ર્નર સ્વીકારશે કે કેમ તેવા મતમતાંતરો ઊઠી રહ્યા છે
વિપક્ષના નેતા તથા નાગરિકોને સમય ન આપી અવગણના કરાઈ…….
ગત મંગળવારના રોજ ગોધરામાં લાંબા સમય બાદ વડોદરા પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નર મુલાકાતે આવ્યા હોવાની ગૃપ્ત માહિતી મળતા ગોધરા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સંજયભાઇ સોની અધ્યક્ષતામાં કેટલાક સભ્યો સાથે મોટી સંખ્યામાં નાગરિકો રસ્તા તથા બીજી ગંભીર રજુઆતો કરવા સંદર્ભે મુલાકાત માટે સમય માંગ્યો હતો પરંતુ આ વિપક્ષના સભ્યોની જ અવગણના કરીને બારોબાર ગોધરા છોડી વડોદરા જતા રહેતા આ સભ્યોમાં નારાજગી જન્મી છે. તેઓ એમ જણાવી રહ્યા છે કે પ્રાદેશિક કમિશ્ર્નર લોકપ્રશ્ર્ન બાબતે અને વિપક્ષના પ્રશ્ર્નો બાબતે ગંભીર ન હોવાના પણ આક્ષેપ કર્યા હતા.