ગોધરા, ગોધરા તાલુકાના ધનોલ ગામના આરોપી ફરિયાદીની સગીર વયની દિકરીને પટાવી ફોસલાવી શારીરિક શોષણ કરવાના ઈરાદે અન્ય ચાર આરોપીઓની મદદગારીથી ભગાડી ગયેલ હોય અને આ બાબતે ગોધરા તાલુકા પોલીસ ફરિયાદના આધારે આરોપીને ઝડપી પા ડી જયુડિ.કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આરોપી દ્વારા કોર્ટમાં જામીન અરજી કરાઈ હતી. તે જામીન અરજીની સુનાવણી હાથ ધરતા આરોપીની જામીન અરજી નામંજુર કરાઈ હતી.
ગોધરા તાલુકાના ધનોલ ગામના આરોપી કલ્પેશ પ્રભાતભાઈ સોલંકી(રહે.ભીમા, તા.ગોધરા)એ ફરિયાદીની સગીર વયની દિકરીને લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી શોષણ કરવાના ઈરાદે ભગાડી ગયેલ હોય અને અન્ય ચાર આરોપીઓએ મદદગારી કરેલ હોય તેવી ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદના આધારે આરોપી કલ્પેશ સોલંકીની ધરપકડ કરી જયુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. આરોપી કલ્પેશ પ્રભાતસિંહ સોલંકી દ્વારા ના.કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી માટે ત્રીજા એડિ.ડિસ્ટ્રિકટ જજ. આર.જે.પટેલ કોર્ટમાં અરજી કરેલ હોય આ જામીન અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર એ વિગતવાર દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા આરોપી કલ્પેશ સોલંકીની જામીન અરજી નામંજુર કરાઈ હતી.