ગોધરામાં રેલ સંપતિ ચોરીના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપાયા

કાલોલ, ગોધરા આર.પી.એફ.પોલીસ મથકે નોંધાયેલ રેલ સંપતિની ચોરીના બે ગુનામાં આરોપીઓ ઈમરાન શોકત હુસેન તથા મોહંમદ શાકીર ઉર્ફે બાબુ અ.કાદીર પાતળિયા(રહે.ગોધરા)હાલોલ તરફથી ચોરીના મુદ્દામાલના વાયરો સાથે બાઈક પર આવતા હતા ત્યારે કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.ડી.તરાલે કાલોલની એમજીએસ હાઈસ્કુલ પાસે બંને બાઈક પર આવતા શંકા થતાં બંનેની અટકાયત કરીને પુછપરછ કરતા સંતોષકારક જવાબ નહિ આપતા શકતા મુદ્દામાલ ચોરીનો લાગ્યો હતો. તેઓની વધુ પુછપરછ કરતા વાયરોનો મુદ્દામાલ રેલ્વેમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. અને બાઈક પણ ચોરીની હોવાની કબુલાત કરી હતી. કાલોલ પોલીસે તપાસ કરતા ગોધરા આર.પી.એફ.ખાતે બે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. તેમજ આરોપી મોહંમદ પાતળિયા એ-ડીવીઝન પોલીસ મથકની લુંટના ગુનાનો વોન્ટેડ આરોપી હતો. આમ કાલોલ પોલીસે બે ચોરીની ફરિયાદનો ભેદ ઉકેલ્યો હતો.