ગોધરા,
ગોધરા નગરમાં રામનવમીના પાવન દિવસે શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ડી.જે.ના તાલે શોભાયાત્રા નગરના રાજમાર્ગો ઉપરથી ફરીને રામજી મંદિર ખાતે પહોંચી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ગોધરા શહેર રામસાગર તળાવ પાસે આવેલ રામજી મંદિર ખાતે રામનવમીએ બપોરના 12 વાગ્યે ભવ્ય મહાઆરતી કરાઈ હતી. ભગવાન શ્રીરામના જન્મ મહોત્સવ ઉજવવા ભાવિ ભકતો વિભોર બન્યા હતા. રામજી મંદિર ખાતે જય શ્રીરામના જયધોષથી વાતાવરણ ભકિતમય બન્યું હતું.
મોડી સાંજે રામજી મંદિર ખાતેથી ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા ડી.જે.ના તાલે ભકિતમય માહોલમાં નગરના રાજમાર્ગો ઉપર કાઢવામાં આવી હતી. શોભાયાત્રા રામજી મંદિરથી નગર પાલિકા રોડ થી ચાંચર ચોક ત્યાંથી બગીચા રોડ, કાછીઆવાડ થઈ નિજ રામજી મંદિર ખાતે પહોંચી હતી. ભગવાન શ્રીરામના જન્મ મહોત્સવે યોજાયેલ શોભાયાત્રા મોટી સંખ્યામાં ભાવિ ભકતો જોડાયા હતા. શોભાયાત્રા રૂટ ઉપર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભગવાન શ્રીરામના જન્મ મહોત્સવની ઉજવણી માટે શોભાયાત્રા ભવ્ય મનમોહક પ્રતિમાના સાથે યોજવામાં આવી હતી.