
ગોધરા,
આગામી દિવસોમાં રામનવમી અને મહાવીર જયંતિ અને હાલમાં ચાલી રહેલા પવિત્ર રમજાન માસને લઈને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસના સ્ટાફ દ્વારા ગોધરા શહેરમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં ગોધરા શહેરના બી ડિવિઝન પોલીસ મથકથી ફ્લેગ માર્ચની શરૂઆત કરી હતી. જે ગોધરા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ હતી.
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ.રાજીવકુમાર સંગાડા એલ.સી.બી.પી.આઇ.એન એલ દેસાઈ સહિત પીએસઆઇ અને પોલીસ સ્ટાફ દ્વારા આગામી રામનવમી તથા મહાવીર જયંતિ તથા હાલ ચાલી રહેલા રમજાન માસને લઈને ગોધરા શહેરમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં દરેક આવનાર તહેવારોમાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને અને કોમી એકતાથી અને ભાઈચારા થી દરેક તહેવાર ઉજવાશે તેવા ઉમદા હેતુથી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.