ગોધરામાં પોલીસની મોડીરાત્રે સઘન ચેકિંગ ઝુંબેશ:એક વાહનમાંથી તાડી જેવો કેફી પદાર્થ મળ્યો, કાર ડિટેઈન; બ્લેક ફિલ્મ દૂર કરાઈ

ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે પંચમહાલ પોલીસે વિશેષ ડ્રાઈવ યોજી હતી. પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની ઉપસ્થિતિમાં આ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

આ ઓપરેશનમાં નાયબ પોલીસ અધિક્ષક, એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ મથકની ટીમો જોડાઈ હતી. પોલીસે તમામ વાહનોનું સઘન ચેકિંગ કર્યું હતું. વાહનોમાં લગાવેલી બ્લેક ફિલ્મ દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.ચેકિંગ દરમિયાન એક વાહનમાંથી તાડી જેવો કેફી પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે તરત જ આ વાહનને ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. મોડી રાત્રે યોજાયેલી આ અચાનક ડ્રાઈવને કારણે શહેરીજનોમાં કુતૂહલ સર્જાયું હતું.