ગોધરા શહેરના સ્મશાનમાં પવિત્ર શ્રાવણમાસ નિમિતે ભંડારો યોજાયો.જેમાં ગોધરા શહેરનાં કનેલાવ તળાવ પાસે,ચિત્ર ફૂટ સોસાયટીમાં રહેતા ભોઈ મુકેશભાઈ છગનભાઈ દ્વારા દર વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં ભંડારા નું આયોજન કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસમાં ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભંડારા નો લાભ લીધો હતો.ત્યારે સ્મશાનમા અને જમણવાર આ વાત કદાચ કોઈ ને પચે જ નહીં પણ ગોધરા શહેરના બહારપુરા સ્થિત સ્મશાનમા જ્યાં મુકેશભાઈ સી.ભોઈ નામના એક સામાજિક કાર્યકર દ્વારા દર વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં સ્મશાનમા ભૂખ્યાને ભોજનનો કાર્યક્રમ યોજવામા આવે છે.એક રીતે કહીએ તો સ્મશાનમા જ્યાં મૃત્યુ બાદ અંતિમ ક્રિયા કરાતી હોય ત્યા કોઈને અન્નનો દાણો કે કોળિયો ગળે ઉતરે નહીં એવુ સામાન્ય સમજમા હોય છે.પણ માનવના મૃત્યુ બાદ પણ તેના મૃત્યુ ને પણ ઉત્સવ બનાવીને ઉજવવાના હેતુ થી જો સમજાય તો સ્મશાનમા પણ જમણ શક્ય બને અને આ જ સંદેશો આપવાના હેતું મુકેશભાઈ અને પોતાના સાથી મિત્રો દર વર્ષે સ્મશાન મા જમણવારનું આયોજન કરે છે. જોકે આ જમણવાર ને ભંડારો કહેવા મા આવે છે.જ્યાં દરેક ભૂખ્યા જમી શકે છે જેમા કોઈ ભેદભાવ રાખવામા આવતો નથી.